Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એસ.પી. યુનિ.એ શૈક્ષણિક લાયકાત ધરાવતા ૬૫ અધ્યાપકોની માન્યતા ચાલુ રાખી

- સિન્ડીકેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

આણંદ,તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં શરતી માન્યતા મેળવેલ અધ્યાપકોનો પ્રશ્ન ચકડોળે ચઢ્યો હતો. આ પ્રશ્નને લઈને અનેક તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા હતા. સિન્ડીકેટ બેઠકમાં ઠરાવ કરીને ૧૧૪૦ અધ્યાપકોની યુજીસીની ગાઈડલાઈન મુજબ નેટ, સ્લેટ, પીએચડી ન હોવાથી એપ્રુઅલ ટીચર તરીકેની માન્યતા રદ કરી હતી. ત્યારબાદ જે-તે અધ્યાપકોએ પરીક્ષા ઉતીર્ણ કરી છે પરંતુ યુનિ.માં જાણ કરી નથી તેવા અધ્યાપકો માટે યુનિવર્સિટી દ્વારા સમય અપાયો હતો. આ સમય દરમ્યાન ઘણાં અધ્યાપકોએ પોતાની રજુઆતો કરી હતી. જેને ધ્યાનમાં લઈને તા.૨૮-૧૨-૨૦૧૬ના રોજ મળેલ સિન્ડીકેટ સભાના ઠરાવ ૧૬ મુજબ ૬૫ અધ્યાપકો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાથી તેઓને ચાલુ રાખવામાં આવ્યા છે.

યુનિવર્સિટી સિન્ડીકેટ સભા તાજેતરમાં મળી હતી. ઠરાવ ક્રમાંક ૧૬ મુજબ શરતી માન્યતા ધરાવતા અધ્યાપકોને દુર કરાયા હતા. શરતી માન્યતા મેળવેલ અધ્યાપકોએ જરૃરી લાયકાત મેળવી હોય તેમને નેટ, સ્લેટની માર્કશીટ અથવા પીએચડીની પદવી મેળવ્યા અંગેના નોટીફીકેશનની નકલ યુનિવર્સિટીને તા.૩૧-૧૨-૨૦૧૬ સુધી મોકલી આપવા જણાવેલ તથા જેમણે લાયકાત મેળવી નથી તેથી સિન્ડીકેટના ઠરાવ મુજબ તેમની માન્યતા રદ કરવાની થાય છે. તેઓને આ અંગે કોઈ રજુઆત કરવી હોય તો કુલપતિને તા.૪-૧-૨૦૧૭ સુધીમાં પોતાની રજૂઆત કરી શકે તેવુ જણાવાયું હતું. આ બાબતે કેટલાક અધ્યાપકોએ પોતાની રજુઆત કુલપતિને કરી હતી.

અધ્યાપકોએ યુનિવર્સિટીને જણાવેલ કે તેઓએ વિવિધ યુનિવર્સિટીમાં પીએચડી રજીસ્ટ્રેશન કરાવેલ છે. જેથી તેમની શરતી માન્યતાને ચાલુ રાખવા વિનંતી કરી હતી. તા.૨૮-૧૨-૨૦૧૬ના પરિપત્રને ધ્યાનમાં લઈને સદર વિનંતી ગ્રાહ્ય રાખવામાં આવતી નથી. તા.૨૮-૧૨-૨૦૧૬ પહેલા જરૃરી શૈક્ષણિક લાયકાત ધરાવતા નથી તેવા તમામ અધ્યાપકોની માન્યતા તેમની નિમણૂંક તારીખથી રદ કરવામાં આવે છે.

વધુમાં જણાવાયું છે કે આવા અધ્યાપકો કે જેઓ યુનિ.ના બોર્ડ ઓફ સ્ટડીઝ, ફેકલ્ટી, પીજી બોર્ડ ઓફ સ્ટડીઝ એન્ડ રીસર્ચ, એકેડેમીક કાઉન્સીલમાં સભ્ય તરીકે નિમણુંક પામેલ છે તેઓની સબંધિત નિમણૂંક તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. જરૃરી શૈક્ષણિક લાયકાત મેળવેલ છે તે બાબતમાં જરૃરી દસ્તાવેજો યુનિ.માં જમા કરાવેલ હતા તેવા ૬૫ અધ્યાપકોની માન્યતા ચાલુ રાખવામાં આવે છે.

Post Comments