Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૮ જેટલા લૂંટના ગુનામાં સામેલ ડફેર ગેંગનો સાગરિત ઝડપાયો

- નડિયાદ નવા બસ મથક પાસેથી પસાર થતો હતો ત્યારે ઝડપી લીધો

નડિયાદ, તા.૧૦ નવેમ્બર શુક્રવાર 2017

નડિયાદના હાર્દસમા એક વિસ્તારમાંથી એલસીબી પોલીસે ડફેર ગેંગના એક સભ્યને ઝડપી લીધો છે. આ શખ્સ પોતે ૮ જેટલા વિવિધ લૂંટના ગુનાઓમાં નાસતો ફરતો હતો. પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

શહેરના નવા બસ મથક પાસેથી ગત્ રાત્રે પસાર થતો એક શકમંદ ઈસમને  એલસીબી પોલીસે અટકાવ્યો હતો. તેની પુછપરછ કરતા તેને પોતાનું નામ રજ્જાક જુમ્મા ડફેર (રહે.મજપુર, પાટણ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ઉલટ તપાસ કરતા આ શખ્સ અગાઉ લૂંટના ગુનામાં નાસતો ફરતો હોવાનું જણાઈ આવ્યું હતું. આથી પોલીસે વધુ તપાસ કરતા રજ્જાક અગાઉ નડિયાદ અને ખેડા વિસ્તારમાં હાઈવે ઉપરની ટ્રકોને રોકી ટ્રકના ડ્રાઈવરને મારમારી લૂંટ કરતો હોવાનો જાણવા મળ્યું હતું. તેથી પોલીસે રજ્જાક ડફેરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પુછપરછ દરમ્યાન રજ્જાક ડફેર અગાઉ વડોદરા, ભાવનગર, સુરેન્દ્રનગર, આણંદ સહિત કુલ ૮ લૂંટના ગુનાઓ આચર્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ડફેર ગેંગના અગાઉ પાંચ સભ્ય ઝડપાય ગયા હતા. જ્યારે રજ્જાક ડફેર નાસતો ફરતો હતો. રજ્જાક આ ગુનાઓમાં રાત્રે પોતે સાડી પહેરી સ્ત્રીનો વેશ ધારણ કરી ટ્રક ડ્રાઈવરોને લૂંટતો હોવાનું પોલીસે જણાવ્યું છે.

Post Comments