Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડા જિલ્લાની શાળાઓમાં ૨૬૧ જેટલા શિક્ષકો ગેરલાયક ઠર્યા

- રહી રહીને જાગેલી સરકારે ડિગ્રી મેળવી લેવા શિક્ષકોને ૨૦૧૯ સુધીનો સમય આપ્યો

નડિયાદ,તા.૧૦ નવેમ્બર શુક્રવાર 2017

ખેડા જિલ્લાની વિવિધ શાળાઓમાં અઢીસોથી વધુ શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે.યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો જ શાળામાં અભ્યાસ કરાવી શકશે તેવા રાજ્ય  સરકારના નિર્ણય લીધો છે.જેથી વગર ડીગ્રીએ નોકરી મેળવનાર શિક્ષકો પર લટકતી તલવાર છે.જો કે સરકારે ડીગ્રી મેેળવી લેવા માટે આવા શિક્ષકોને ૨૦૧૯ સુધીનો સમય આપતા આવા શિક્ષકોએ પોતાની નોકરી બચાવવા વહેલીતકે ડીગ્રી મેળવવા માટે દોડધામ શરુ કરી છે.

ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં મોટા ભાગના શિક્ષકો તેમની નોકરી કે જવાબદારીની સરખામણીમાં યોગ્ય લાયકાત કે ડીગ્રી ધરાવતા ન હોવાનું માલુમ પડયુ છે.અને લાગવગ કે પૈસાના જોરે નોકરી મેળવીે લીધી હતી.પરંતુ હવે આવા શિક્ષકો માટે મુશ્કેલી ઉભી થઈ છે.કારણ કે તાજેતરમાં જ રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે.જેમાં સરકારે તમામ શાળાઓમાં તાકીદ કરી છે કે જે-તે શાળાઓમાં એક પણ શિક્ષક વગર ડીગ્રીએ બાળકોને ભણાવી શકશે નહિં.જે શાળાઓમાં આવા વગર ડીગ્રીના શિક્ષકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે.જેની મુદ્દત લંબાવીને ૭ નવેમ્બર કરવામાં આવી હતી.જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા આ રજીસ્ટ્રેશનના મળતા આંકડા મુજબ ખેડા જિલ્લામાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં આખા જિલ્લામાં કુલ ૨૦૯ જેટલા શિક્ષકો પાસે તેમને મળેલી નોકરી અને પગારધોરણ મુજબની કોઈ ડીગ્રી નથી આ પૈકી ૮ શિક્ષકો નુ  વેરીફીકેશન થઈ ગયુ છે.આ ઉપરાંત ખેડા જિલ્લામાં આવેલ ખાનગી શાળાઓમાં ૫૨ એવા શિક્ષકો છે જેમની પાસે યોગ્ય લાયકાત નથી.અને એમ જ કોઈની ને કોઈની ભલમંતશાહી થી નોકરી કરી પગાર મેળવી રહ્યા હતા.આ ૫૨ શિક્ષકો પૈકી ૨ શિક્ષકોનુ વેરીફીકેશન કરવામાં આવ્યુ છે.

જો કે આવા વગર ડીગ્રીના શિક્ષકોને સીધા ઘરે બેસાડવાના બદલે સરકારે તેમને એક મોકો આપવાનું નક્કી કર્યુ છે.અને ડીગ્રી વગરના જે શિક્ષકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.તે શિક્ષકોએ ૨૦૧૯ સુધીમાં જે જગ્યા પર નોકરી કરતા હોઈ ેએ જગ્યાને અનુરૃપ માન્ય યુનિવર્સિટી માંથી કે શિક્ષણ સંસ્થામાંથી ડીગ્રી મેળવવાની રહેશે અને જો તે ૨૦૧૯ સુધીમાં આવા શિક્ષકો ડીગ્રી રજુ નહી ંકરે તો તેમને ઘરે બેસવાનો વારો આવશે.સરકારના આ નિર્ણયના કારણે જે શિક્ષકો પાસે લાયકાત નથી તેઓમાં ફફડાટ પેસી ગયો છે.અને પોતાની નોકરી સલામત રાખવા ડીગ્રી મેળવવા માટે દોડધામ શરુ કરી હોવાનું જાણવા મળ્યુ છે.

આનાથી બોગસ ડિગ્રીઓ મેળવવાનું કૌભાંડ વધશે
નડિયાદ,તા.૧૦
૨૦૧૯ પછી ફરજીયાત ડીગ્રીના સરકારના નિર્ણય પછી હવે શિક્ષકોએ ડીગ્રીઓ મેળવવા માટે આંટા ફેરા શરુ કર્યા છે.તો કેટલાક શિક્ષકોએ શોર્ટકટ રસ્તો અપનાવવા તરફ પણ આગળ વધ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.પૈસાના જોરે યોગ્ય લાયકાત વગર ડીગ્રી વિના નોકરી મેળવનાર શિક્ષકો હવે પૈસાથી ડીગ્રી મેળવવાની તજવિજ પણ કરી રહ્યા છે.અને ડીગ્રી ખરીદવાની પેરવી કરી રહ્યા છે.જેથી આગામી દિવસોમાં પોતાની ડીગ્રી રજુ કરનાર શિક્ષકોએ માન્ય સંસ્થામાંથી ડીગ્રી મેળવી છે કે કેમ?તેની તપાસ અને ડીગ્રીઓની ખરાઈ કરવાનો પડકાર સરકાર સમક્ષ રહેશે.

Post Comments