Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૬ પતંગબાજોએ વિદ્યાનગરમાં આં. રાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવ્યો

- ૧૨ દેશોના ૩૮, દેશના પાંચ રાજ્યોના

- પ્રવાસન નિગમ દ્વારા વિદ્યાનગર ખાતે પતંગોત્સવની ઉજવણી થઈ

આણંદ,તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અંતર્ગત ૨૯માં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના ભાગરૃપે વિશ્વના ૧૨ દેશોના ૩૮ અને દેશના ૫ રાજ્યોના ૧૬ મળી કુલ ૫૬ પતંગબાજોએ આજે આણંદ પાસેના વિદ્યાનગર ખાતે ટચુકડા, વિરાટકાય અને ભાત-ભાતની ડીઝાઈન આકૃતિના પતંગો ઉડાવીને પતંગોત્સવનો લ્હાવો માણવા ઉપસ્થિત રહેલ પતંગરસિયાઓના મન મોહી લીધા હતા.

વિદ્યાનગર ખાતેના શાસ્ત્રી મેદાનમાં ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને ખુલ્લો મુકતા જિલ્લા કલેક્ટરે પતંગોત્સવના માધ્યમથી ગુજરાતની કલા-સંસ્કૃતિના વારસાને જાળવવાની સાથોસાથ દેશ અને દુનિયામાં નામ ગુંજતુ કર્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના માધ્યમથી દેશ-વિદેશના અવનવી ડીઝાઈનના બનાવેલ રંગબેરંગી પતંગો કેવી રીતે ઉડાવે છે તેને માણવાનો અવસર પુરો પાડે છે. એટલું જ નહીં આસમાન પણ આ રંગબેરંગી અને અવનવી ડીઝાઈનના પતંગોથી આકર્ષક લાગે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં કમ્બોડીયા-૨, રીપબ્લીક ઓફ કોરીયા-૪, ઈસ્ટોનીયા-૨, લેબેનોન-૨, મલેશીયા-૩, નેધરલેન્ડ-૩, તુર્કી-૬, સીંગાપુર-૪, સ્વીત્ઝરલેન્ડ-૪, ઈઝરાયલ-૪, બ્રાઝીલ-૨ અને લાટેવીયા-૧ મળી ૧૨ દેશોના ૩૮ પતંગબાજો અને દેશના પાંચ રાજ્યો પૈકી મહારાષ્ટ્ર-૫, કર્ણાટક-૬, કેરેલા-૫, પશ્ચિમ બંગાળ અને આસામના ૧૮ મળી કુલ ૫૬ પતંગવીરોએ ભાગ લીધો હતો. વિદ્યાનગર ખાતે આવેલ દેશ-વિદેશના પતંગબાજોએ જણાવ્યું હતું કે અમોને આણંદમાં યોજાયેલ પતંગ મહોત્સવમાં અમારુ બહુમાન કરી સારો આવકાર આપ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Post Comments