Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે વિશ્વ વસ્તી દિવસઃ 30 વર્ષમાં દુનિયાની આબાદી પહોંચશે 9 અબજ પર

- જાણો કયા વર્ષમાં કેટલી વસ્તી વધી

નવી દિલ્હી, તા.11.જુલાઈ, 2018 બુધવાર

આજે વિશ્વ વસ્તી દિવસ છે. આ વખતની ઉજવણી માટે ફેમિલી પ્લાનિંગની થીમ રાખવામાં આવી છે અને જે રીતે દુનિયાની વસ્તી વધી રહી છે. તે જોતા આ આ થીમ યોગ્ય પણ છે.

અમેરિકન નેચરલ હિસ્ટ્રના કહેવા પ્રમાણે 1804માં દુનિયાની વસ્તી  100 કરોડ પર પહોંચી હતી. જોકે 100 કરોડ પર પહોંચતા માનવજાતને 2 લાખ વર્ષ લાગ્યા હતા. હવે દુનિયાની વસ્તી 7.63 અબજ એટલે કે 763 કરોડ છે. 1804 બાદ દુનિયાની વસ્તી ઝડપથી વધવા માંડી હતી.

પહેલા સો કરોડથી બીજા સો કરોડ સુધી પહોંચવામાં 100 વર્ષ લાગ્યા હતા.હવે એવો અંદાજ છે કે આગામી 30 વર્ષમાં વિશ્વની વસ્તી 9 અબજ પર પહોંચશે.

જુઓ વિશ્વની વસતીમાં તબક્કાવાર કેટલો અને ક્યારે વધારો થયો

વર્ષ     દુનિયાની આબાદી
1804     100 કરોડ
1927     200 કરોડ
1960     300 કરોડ
1974     400 કરોડ
1989     500 કરોડ
1999   600 કરોડ
2011   700 કરોડ
2048     900 કરોડ(અંદાજીત)

Post Comments