Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાક. ટીવી એન્કરે આઠ વર્ષની પુત્રીને કાર્યક્રમમાં બેસાડીને રેપનો અનોખો વિરોધ કર્યો

- આઠ વર્ષની બાળકીનો રેપ થયા પછી હત્યા કરાયા મુદ્દે પાક.માં ઉગ્ર દેખાવો

- પુત્રીને ખોળામાં બેસાડીને એન્કરે કરેલાં ટીવી કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ : એન્કરના ન

(પીટીઆઈ) લાહોર, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

પાકિસ્તાનમાં એકાદ સપ્તાહ પહેલાં એક બાળકી ઉપર રેપ કર્યા પછી તેની હત્યા કરી દેવામાં આવી હતી. એ મુદ્દે આખા પાકિસ્તાનમાં લોકોએ વિરોધ પ્રદર્શનો કરીને બાળકીને ન્યાય અપાવવાની માગણી કરી હતી. એક ટીવી એન્કરે પોતાની આઠ વર્ષની પુત્રીને કાર્યક્રમમાં બેસાડીને અનોખો વિરોધ કર્યો હતો.

પાકિસ્તાનની શમા ટીવી ચેનલની કિરણ નાઝ નામની એન્કરે આઠ વર્ષની બાળકી ઉપર થયેલા રેપ અને હત્યાના વિરોધમાં પોતાના કાર્યક્રમમાં પોતાની આઠ વર્ષની બાળકીને બેસાડી હતી. કિરણ નાઝે પોતાની સાથે આઠ વર્ષની પુત્રીને ખોળામાં બેસાડીને રેપના વિરોધમાં ખૂબ જ સંવેદનશીલ કાર્યક્રમ આપ્યો હતો. એ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. લોકોએ કિરણનો આ નવતર વિરોધનો પ્રયોગ ખૂબ વખાણ્યો હતો.

ટીવી એન્કરે આઠ વર્ષની માસૂમ બાળકી ઉપર રેપ થાય તો તેની કેવી હાલત થઈ હશે અને આઠ વર્ષની બાળકીને કેટલી સમજ હોય અને નરાધમે તેનો કેવો ગેરલાભ ઉઠાવ્યો તે અંગે સંવેદનશીલ રીતે જણાવ્યું હતું. દરમિયાન રેપનો ભોગ બનેલી આઠ વર્ષની બાળકી ઝૈનબના પિતાએ આખી ઘટના અંગે પોલીસની કાર્યવાહી અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પંજાબના કસૂર જિલ્લાની આ બાળકીના પિતાએ જણાવ્યું હતું કે આખી ઘટનામાં પોલીસનું વલણ ખૂબ જ કઠોર છે. બાળકીને ન્યાય અપાવવા લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે તેની સામે પોલીસ ગોળીબાર કરે અને તેમાં બે લોકોના મૃત્યુ થઈ જાય તે ખૂબ જ નિર્દયી બાબત છે એમ બાળકીના પિતાએ જણાવ્યું હતું.

પાકિસ્તાનમાં બનેલી રેપ-હત્યાની ઘટના શું છે?
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કસૂર જિલ્લામાં બનેલી આ ઘટના એવી છે કે એક આઠ વર્ષની ઝૈનબ નામની બાળકી કુરાનના પાઠ શીખીને ઘરે આવી રહી હતી ત્યારે એક શખ્સે તેને સમજાવીને ક્યાંક સાથે લઈ ગયો હતો. એ પછી તેની સાથે અસંખ્ય વખત રેપ કર્યો હતો. આ નરાધમે માસૂમ બાળકી ઉપર બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખી હતી.
બાળકીની લાશ એક કચરાના ઢગલામાંથી મળી હતી. આ ઘટનાએ આખા પાકિસ્તાનમાં હાહાકાર મચાવી દીધો છે. પાકિસ્તાનમાં લોકો જસ્ટિસ ફોર ઝૈનબના બેનર લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને બાળકીને તુરંત ન્યાય અપાવવાની માગણી કરી રહ્યા છે. એ વિરોધ પ્રદર્શનો ઉપર પોલીસે બર્બરતા આચરી હતી, જેના કારણે બે લોકોના મોત થઈ ચૂક્યા છે.

Post Comments