Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમે અમેરિકા પાસે સૈન્ય સહાયની ભીખ નહીં માગીએ : પાક.જનરલ બાજવા

- અમેરિકન પ્રમુખનું નિવેદન દગા સમાન હોવાનો પણ પાક. સેનાના વડાનો આક્ષેપ

(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

પાકિસ્તાન યુએસ મિલિટ્રી સહાયની અમેરિકા પાસે ભીખ નહીં માગે અને  અમેરિકન નેતૃત્વ દ્વારા  આતંકવાદીઓને અપાતા કથિત શરણના તાજેતરના નિવેદનને પાકિસ્તાન  દગો ગણે છે, એમ પાક.સેનાના વડા કમર જાવેદ બાજવાએ કહ્યું હતું.તાજેતરમાં પ્રમુખ ટ્રમ્પે પાક. પર  અફઘાન તાલીબાન  અને હક્કાની નેટવર્ક જેવા આતંકવાદીઓને શરણ આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

પહેલી જાન્યુઆરીએ ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું હતું કે  અમેરિકાએ મુરખ બનીને પાક.ને છેલ્લા ૧૫ વર્ષોમાં ૩૩ અબજ ડોલર કરતાં વધુની સહાય કરી હતી પણ બદલામાં પાક. પાસેથી'જુઠ અને દગા સિવાય' કંઇ મળ્યું નથી.વોશિંગ્ટને એ વાતને સમર્થન આપ્યું હતું કે તેઓ પાક.ને અપાતી આશરે બે અબજન ડોલરની  સહાયને રોકી દેશે. જો કે  ટ્રમ્પના ટ્વિટ પછી પાકિસ્તાનના જનરલને યુએસ કમાન્ડર જનરલ જોસેફ વોટેલ અને એક નહીં ઓળખાયેલા સેનેટરે પાકિસ્તાન- અમેરિકા સુરક્ષા સહકાર મુદ્દે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું  હતું.

સેનાના પ્રવકતાએ કહ્યું હતું કે જનરલ વોટેલે જનરલ બાજવાને  સુરક્ષા સહાય અને કોલિએશન  સપોર્ટ ફંડ અંગે વાકેફ કર્યા હતા અને કહ્યું હતું કે આતંકવાદ સામેની પાક.ની લડાઇને અમેરિકા માન આપે  છે તેમજ તેમણે આશા વ્યક્ત કરી હતી કે હાલમાં ચાલી રહેલો વિવાદ એક હંગામી તબક્કો સાબીત થશે.'પાક. સેનાના વડાએ પુ:નરૃચ્ચાર કર્યો હતો કે પાકિસ્તાન અમેરિકા પાસેથી સેના સહાયની ભીખ નહીં માગે,પણ આતંકવાદ સામેની અમારી લડાઇને, અમારા બલીદાનને અને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ટકાવી રાખવાના અમારા પ્રયાસોને  સન્માનીય ગણશે'એમ તેમણે કહ્યું હતું.

Post Comments