Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતમાં સહિષ્ણુતા વધારવા અમેરિકા NGOને પાંચ લાખ ડોલરની સહાય કરશે

- અમેરિકી વિદેશ મંત્રાલયની જાહેરાત

- ભારતે વધુ માહિતી માગી જણાવ્યું કે આવી પ્રવૃત્તિ દેશના કાયદાને આધિન રહી કરવી પડશે

(પી.ટી.આઇ.) વૉશિંગ્ટન, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

અમેરિકાએ આજે જણાવ્યું હતું કે, તે ભારતમાં સામાજિક સહિષ્ણુતા વધારવા અને ધાર્મિક હિંસા બંધ કરાવવા માટે વિવિધ એનજીઓને ૫ લાખ ડોલરની સહાય કરવા માંગે છે. વિદેશ મંત્રાલયે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાને વેગ આપવાના આયોજનો અને પ્રોજેક્ટ રજૂ કરનારી એનજીઓને સહાય કરવાનું જાહેર કર્યું હતું.

અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં ધાર્મિક હિંસા ઘટાડવા અને સામાજિક સુરક્ષા વધારવાના હેતુ માટે કામ કરનારી સંસ્થાઓની ૪૯૩૮૨૭ ડોલરની સહાય જાહેર કરવામાં આવે છે. આ ફંડ અમેરિકાના વિદેશ મંત્રાલય પુરા પાડશે અને આ પ્રોગ્રામની માહિતી જાહેર નહી કરાય. અરજી કરનારી સંસ્થાઓના નામ યોગ્ય ચકાસણી પછી જાહેર કરાશે.

અરજી કરનારી એનજીઓએ દેશમાં વૈમનસ્ય ઘટાડવા કરેલી સફળ કાર્યવાહી અને દરેક પ્રકારના મિડિયામાં આપવા સકારાત્મક સંદેશા આપવા પડશે.સમાજ ઘડતરમાં યુવાનોની ભાગીદારી વધારવા ઉત્તેજન આપવા અંગેના પ્રોગ્રામ બનાવવાની એક સ્પર્ધા પણ યોજાશે. દેશની એનજીઓ તેમાં ભાગ લઈ શકશે.

દેશની NGOને અમેરિકાની સહાય અંગે કેન્દ્રે રિપોર્ટ માગ્યો
અમેરિકાએ ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય વધારવા માટે વિવિધ એનજીઓને પાંચ લાખ ડોલરની સહાય આપવાનું જાહેર કર્યા બાદ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, આવી કોઈ પ્રવૃત્તિ દેશના કાયદાને આધિન હશે. સરકારે આ અંગે અમેરિકા પાસે માહિતી માંગી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ મુદ્દે કેન્દ્રે અમેરિકા પાસે વધુ માહિતી માગી છે. અને કોઈ પણ સંસ્થા આ આયોજન કરશે તો તેણે દેશના કાયદાને આધિન રહીને પ્રોજેક્ટ કરવા પડશે.

Post Comments