Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે ડૂબેલી ટાઈટેનિક જોવા પણ ઉપડશે સ્પેશ્યલ ટૂર

- 2018 થી શરુ થશે આ ટૂર, જે લઇ જશે 13,૦૦૦ ફૂટ ઊંડાણમાં

- એક સાથે 4 પ્રવાસીઓ જઈ શકશે ટાઈટેનિકની પાસે

લંડન, તા. 18 માર્ચ 2017, શનિવાર

અત્યાર સુધી આપે શાહી જહાજ આરએમએસ ટાઈટેનિકને ટીવી અથવા તસ્વીરોમાં જ જોયું હશે. પરંતુ હવે તેને નજીકથી નિહાળવાનો મોકો મળી શકે છે.

લંડનની એક ટૂર ઓપરેટર કંપની બ્લુ માર્બલ પ્રાઇવેટ આવતા વર્ષે મે મહિના થી પર્યટકો માટે આંઠ દિવસનું ટૂર પેકેજ શરુ કરવા જઈ રહી છે. આવું કરનારી તે પ્રથમ કંપની હશે. આ માટે તેણે અમેરિકી કંપની ઓશન ગેટ સાથે હાથ મિલાવ્યો છે. ઓશન ગેટ તેના માટે એક ખાસ સબમરીન બનાવી રહી છે.

આ પ્રેજેક્ટ માટે ઓશન ગેટ સાઈક્લોપસ-2 નામની સબમરીન બનાવી રહી છે. તેમાં એક ચાલક ઉપરાંત ચાર પર્યટકો ટાઈટેનિકને જોવા જઈ શકેશે. તેનું કુલ વજન 8,600 કિલોગ્રામ છે. તે એક 1000 કિલો વજન સાથે લઇ જવામાં સક્ષમ છે. તેમાં 96 કલાક માટે ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ હશે.

બ્લુ માર્બલ પ્રાઇવેટ પર્યટકોને કેનેડાના ન્યુફાઉન્ડલેન્ડ દ્વીપ થી હેલિકોપ્ટર થી ઉતારીને એટલાન્ટીક મહાસાગરમાં તે સ્થાન પર લઇ જશે જ્યાં ટાઈટેનિક જહાજ ડૂબ્યું હતું ત્યાં તેમને પેટાળમાં તેના કાટમાળ સુધી લઇ જવામાં આવશે. આવતા વર્ષે મેં મહિનામાં પ્રથમ ટૂર પછી બીજી ટૂર 2019માં યોજવામાં આવશે.

શું હતી ઘટના?
10 એપ્રિલ, 1912 સમયની આધુનિક સમુદ્રી જહાજ ટાઈટેનિક બ્રિટન થી ન્યૂયોર્કથી માટે સફરની શરૂઆત કરી હતી. ઉત્તરી એટલાન્ટીક મહાસાગરમાં 14 એપ્રિલે એક વિશાળ હિમખંડ સાથે અથડાયું 15 એપ્રિલ સવાર સુધીમાં તે મહાસાગરમાં સમાધિ લઇ ચુક્યું હતું. આ ઘટનામાં લગભગ 15૦૦ થી વધુ યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા.

શું છે ખાસ?
 1985 માં ફ્રાંસીસી શોધકર્તા ટીમે ટાઈટેનિકનો કાટમાળ શોધી કાઢ્યો હોત.
- કંપનીએ સબમરીન થી ટાઈટેનિકનો કાટમાળ બતાવવા માટે કોમ્પ્યુટરમાં તસ્વીરો તૈયાર કરી છે.
- સબમરીન થી પાંચ કલાકની ડાઈવમાં ટાઈટેનિકને નજીક થી જોઈ શકાશે.
- 3800 મીટર ઉત્તરી એટલાન્ટીક મહાસાગરમાં આટલા ઊંડાણમાં છે ટાઈટેનિકનો કાટમાળ.
- એક વખતમાં 4 પર્યટકો જઈ શકે છે.
- પ્રતિ વ્યક્તિ 70 લાખ રૂપિયા ટૂરનો ખર્ચ છે.
- અત્યાર સુધી ટાઈટેનિકને જોવા માટે 140 લોકોની એપ્લીકેશન આવી ચુકી છે.

Post Comments