Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં બે ભારતીય અમેરિકનો પર ગોળીબાર: એકનું મોત, એક ગંભીર ઘાયલ

- લૂટારૃએ સ્ટોરમાં ઘુસી પરમજીત સિંહને ત્રણ ગોળીઓ મારતા ઘટના સ્થળે જ મોત

- બીજા સ્ટોરમાં ઘુસી પાર્થેય પટેલ પર ફાયરિંગ કરી પૈસા લૂંટી લીધા

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

અમેરિકાના રાજ્ય જ્યોર્જિયામાં બે અલગ અલગ સ્ટોરમાં ઘુસીને એક બંદુકધારીએ ગોળીઓ મારતા એકનું મોત થયું હતું જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાઇસ્કુલના બે વિદ્યાર્થીઓના પિતા એવા ૪૪ વર્ષના પરમજીત સિંહ પર બરનેલ ફેરી રોડ પર આવેલા હાઇ ટેક ક્વિક સ્ટોપ ખાતે સાંજે ગોળીઓ મારવામાં આવી હતી અને તેઓ ઘટના સ્થળે જ ગુજરી ગયા હતા એમ શેરિફની ઓફિસે કહ્યું હતું.

આ ઘટનાના દસ મિનિટ પછી એ જ બંદુકધારી એલમ સ્ટ્રીટ ફુડ એન્ડ બેવેરેજીઝ નામના  એક અન્ય સ્ટોરમાં ઘુસ્યો હતો અને ૩૦ વર્ષના ગુજરાતી કામદાર પાર્થેય  પટેલને શુટ કરતાં પહેલાં  પૈસા ચોરી લીધા હતા. પટેલની હાલત ગંભીર હોવાનું શેરિફે કહ્યું હતું. હુમલાખોર ૨૮ વર્ષના  લામર રશાદ નિકોલસનની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે હત્યા, લૂંટ, હુમલો અને અપરાધ કરતી વખતે ઘાતક શસ્ત્ર રાખવા જેવા વિવિધ ગુનાઓ નોંધ્યા હતા. બોન્ડ આપ્યા સિવાય તેને ફલોયડ કાઉન્ટી જેલમાં મોકલી આપ્યો હતો.

પોલીસ ઘટના સ્થળના સીસીટીવી ફુટેડ મેળવી લીધા હતા જેમાં આરોપી સ્ટોરમાં આવીને કાઇન્ટર પાછળ ઊભેલા સીધો સિંહ પર ફાયરિંગ કરતો દેખાય છે. પોલીસ માટે આ હત્યારો અજાણ્યો નથી. અગાઉ પણ નવમી જાન્યુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી. એ વખતે એણે ત્રણ વર્ષની બાળકીને ખેંચીને અન્ય બાળકોની હાજરીમાં તેને ઇજા પહોંચાડી હતી. સ્ટોરના માલીક અને મૃતકના ભાઇએ કહ્યું હતું કે મરનાર આઠ વર્ષ પહેંલા અમેરિકા આવ્યો હતો અને આ સ્ટોરમાં કામ કરતો હતો.

Post Comments