Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રમ્પની પુત્રવધૂ શંકાસ્પદ પાવડરનું કવર ખોલ્યા બાદ હોસ્પિટલમાં ખસેડાઇ

- ટ્રમ્પ જૂનિયરના નામે કવર આવેલું

- માત્ર સાવચેતી ખાતર હોસ્પિટલમાં દાખલ : વેનેસા અને પરિવાર સલામત, શંકાસ્પદ પાવડરની તપાસ ચાલુ

ન્યૂયોર્ક, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધૂ વેનેસા ટ્રમ્પને શંકાસ્પદ પાવડર ભરેલું કવર ખોલ્યા બાદ સાવચેતીના પગલા રૃપે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. વેનેસા ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ જૂનિયરની પત્ની છે. ન્યૂયોર્ક પોલીસ વિભાગના પ્રવકતાએ જણાવ્યું હતું કે વેનસાએ ટ્રમ્પ જૂનિયરના નામે આવેલું એક કવર ખોલ્યું હતું. તેમાં અજાણ્યો શંકાસ્પદ પાવડર નિકળ્યો હતો.

જોકે આ પાવડર તેની પર કોઇ અસર થયાનું જણાયું નથી. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ડોકટરોએ આ અંગે સ્પષ્ટતા કરી નથી. વેનેસાની નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ કવરમાંથી મકાઇના લોટ જેવો પાવડર નિકળ્યો હતો. કવર ખોલ્યા બાદ વેનેલાને ખાંસી આવતી હતી ત્યાર બાદ તેણે ૯૧૧ પર ફોન કર્યો હતો.

સ્થાનિક પોલીસ શંકાસ્પદ કવરની તપાસ કરી રહી હતી. મામલો તપાસ હેઠળ હોવાથી વધુ માહિતી આપવા પોલીસે ઇન્કાર કર્યો હતો. દરમિયાન વેનેલા સહિત ત્રણને સાવચેતી માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના લગ્ન ૨૦૦૫માં થયા હતા. વેનેસા પૂર્વ મોડેલ છે. ટ્રમ્પ જૂનિયરે ટિવટ કરીને આ ઘટના બાદ વેનેલા અને પરિવાર સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.

Post Comments