Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રમ્પે વિદેશ મંત્રી ટિલરસનની હકાલપટ્ટી કરી, તેમનું સ્થાન માઇક પોમ્પિયો લેશે

- અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વિશ્વાસુ સાથીદારોને મહત્ત્વનાં ખાતાં સોંપ્યાં

- હાલ પોમ્પિયો સીઆઈએના ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે, હવે આ હોદ્દો જીના હાસ્પેલ સંભાળશે

- ટ્રમ્પે ટ્વિટ કરી કહ્યું 'જીના હાસ્પેલ અમેરિકન જાસૂસી સંસ્થા સીઆઈએના પહેલા મહિલા ડિરેક્ટર બનશે'

વૉશિંગ્ટન, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશ મંત્રી રેક્સ ટિલરસનની હકાલપટ્ટી કરી દીધી છે. વિદેશ મંત્રી તરીકે ટ્રમ્પે અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના હાલના ડિરેક્ટર માઇક પોમ્પિયોના નામની જાહેરાત કરી છે, જ્યારે સીઆઈએના ડિરેક્ટરનું પદ જીના હાસ્પેલ લેશે. ટ્રમ્પે ટ્વિટ કર્યું છે કે, હાસ્પેલ સીઆઈએના પહેલા મહિલા ડિરેક્ટર બનશે.

માઇક પોમ્પિયો અને જીના હાસ્પેલ ટ્રમ્પના અત્યંત વિશ્વાસુ અને નજીકના સાથીદારો છે. રેક્સ ટિલરસન દુનિયાની સૌથી મોટી ક્રૂડ કંપનીઓમાંની એક એક્સોન-મોબિલના ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર રહી ચૂક્યા છે. આ કંપનીનો બિઝનેસ વિશ્વના ડઝનેક દેશમાં ફેલાયેલો છે, જેમાં એવા દેશો પણ સામેલ છે જેના સંબંધ અમેરિકા સાથે ઘણાં કડવા થઇ ગયા છે. આ દેશોમાં રશિયાનો પણ સમાવેશ થાય છે. રશિયા આજેય ક્રૂડ ઓઇલના શારકામ માટે પશ્ચિમી દેશો પર નિર્ભર છે.

૬૫ વર્ષીય ટિલરસનની આશરે એક વર્ષ પહેલાં અમેરિકાના વિદેશ મંત્રી તરીકે નિમણૂક કરાઈ હતી. એ વખતે પણ ટિલરસન અને રશિયાના સંબંધને લઇને તીખા સવાલો થયા હતા. એ વખતે અમેરિકન કેબિનેટમાં દાવો કરાયો હતો કે, ટિલરસનના વિદેશો સાથે સારા સંબંધ હોવાથી તેમને વિદેશ મંત્રી બનાવાયા છે. આ ઉપરાંત અમેરિકાને વિદેશો સાથે વ્યૂહાત્મક સંબંધ જાળવી રાખવા માટે ટિલરસનની જરૃર હતી.

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને તેમની નિમણૂક માટે આ કારણ પણ આગળ ધર્યું હતું. ટિલરસન હંમેશા મુક્ત વેપારના સમર્થક રહ્યા છે. આ જ કારણસર ટિલરસન અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન વચ્ચે તણખા ઝરી ચૂક્યા છે. તેઓ મધ્યપૂર્વીય દેશોમાં અમેરિકાની હાજરી વધારવાના પણ તરફદાર છે.

ટિલરસને ૧૯૭૫માં યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી લઈને એક્સોન-મોબિલ કંપનીમાં કારકિર્દી શરૃ કરી હતી. ત્યાર પછી તેઓ સીઈઓના હોદ્દા સુધી પહોંચ્યા અને અમેરિકા, રશિયા, યમનમાં ઓપરેશનો શરૃ કરવાનો વ્યાપક અનુભવ મેળવ્યો. એવું કહેવાય છે કે, અમેરિકન પ્રમુખ હેનરી કિસિન્જર પછી રશિયન પ્રમુખ પુતિન સાથે તેમનો સૌથી ગાઢ સંપર્ક રહ્યો છે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલાં જ અમેરિકન મીડિયાએ ટિલરસનને હટાવવાના અહેવાલો પ્રકાશિત કર્યા હતા. જોકે, તેને વ્હાઇટ હાઉસે ફગાવી દીધા હતા.

Post Comments