Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરકારી શટડાઉનનો અંત લાવવા ટ્રમ્પે ખર્ચ ખરડા પર અંતે સહી કરી

- કોંગ્રેસમાં ભારે નાટકિય દ્રશ્યો ભજવાયા અને ત્રણ સપ્તાહમાં બે વખત શટડાઉને થયું

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

કોંગ્રેસના બજવાયેલા નાટકિય દ્રશ્યો અને ત્રણ સપ્તાહમાં બે વખત શટડાઉન પછી પ્રમુખ ટ્રમ્પે ખર્ચ ખરડા પર સહી કરી હતી અને  સરકારી ખાતાઓ ફરી શરૃ થયા હતા.અમેરિકન સેના માટે પ્રોત્સાહન રૃપ આ પગલાંની જાહેરાત ટ્રમ્પે ટ્વિટર પર કરી હતી.

શુક્રવારે વહેલી સવારે આ ખરડો પસાર કરાયો હતો. બાયપાટ્સિન પેકેજમાં ગૃહે ૧૮૬ વિરૃધ્ધ ૨૪૦ મતોની ખરડો પસાર થયો હતો. હવે ૨૧ માર્ચ સુધી ફંડ મળશે. એક કન્ઝરવેટિવ સેનેટરે કોંગ્રેસને અર્ધરાત્રીએ અંતિમ તારીખ મિસ કરવાની ફરજ પાડયા પછી ખરડો પસાર થયો હતો.

કેન્ટુકીના સેનેટર રેન્ડ પૌલે અપર હાઉસમાં આ ખરડાને બ્લોક કરી દીધો હતો જેના કારણે સરકારને પણ  સેના અને ઘરેલુ કાર્યક્રમો પર ખર્ચમાં મોટો વધારો કરવા  ટુંક સમય માટે ખરડાને રોકવો પડયો હતો. ગઇ રાત્રે થયેલા સમાધાનના કારણે  અનેક ડેમોક્રેટ સેનેટરો હતાશ થયા હતા અને તેઓ યુવા વ્યવસાયીઓના ભાવિ અંગે કોઇ જ નિર્ણય લઇ શક્યા ન હતા.

Post Comments