Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પનામા કેસમાં મારી સામે કોઇ પુરાવા નથી: મારી હકાલપટ્ટી અયોગ્ય: શરીફ

- સાઉદી એરેબિયા ગયેલા શરીફ નાના ભાઇ શાહબાઝ સાથે પરત ફરીં કોર્ટમાં હાજર થયા

(પીટીઆઇ)     ઇસ્લામાબાદ, તા.૩ જાન્યુઆરી 2018, બુધવાર

પાકિસ્તાનના બરતરફ કરાયેલા વડા પ્રધાન નવાઝ શરીફે આજે દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલી તેમની બરતરફી તદ્દન નબળા કારણોસર કરવામાં આવી હતી અને મેં કંઇ ખોટું કર્યું હોવાના કોઇ જ પુરાવા મળ્યા નહીં. ભ્રષ્ટાચારના કથિત ત્રણ કેસમાં સંડોવણી બદલ લાંચ વિરોધી કોર્ટે તેમની સામે કેસ કર્યા હતા અને આજે તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા.' તેઓ હજુ સુધી મારી સામે કોઇ જ પુરાવા રજૂ કર્યા શક્યા નથી'એમ તેમણે કહ્યું હતું.

૬૭ વર્ષના શરીફે કહ્યું હતું કે તેમને તદ્દન નબળા કારણોસર બરતરફ કરવામાં આવ્યા હતા અને  મારા દ્વારા કોઇ ખોટું કરાયું હોવાના તેઓ પુરાવા શોધવા મથામણ કરી રહ્યા છે.૨૮ જુલાઇએ સુપ્રીમ કોર્ટે તેમને ગેરલાયક ઠેરવવતા આઠમી સપ્ટેમ્બરે તેમની સામે કેસની કાર્યવાહી શરૃ કરાઇ હતી. કોર્ટે નેશનલ એકાન્ટિબીલીટી બ્યુરોને તેમની સામે કેસ કરવા આદેશ કર્યો હતો.
એકાન્ટિબીલીટી કોર્ટે શરીફ તેમની પુત્રી મરિયમ અને જમાઇ મુહમ્મદ સફદર સામે કાર્યવાહી શરૃ કરી હતી.

કોર્ટે હવે પછીની સુનાવણી નવમી જાન્યુઆરી રાખી હતી. ૩૦ ડિસેમ્બરે સાઉદી એરેબિયા ગયેલા પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પાકિસ્તાનના શક્તિશાળી સૈન્ય સાથે કંઇ ગોઠવણ કરી હોવાના અહેવાલો મળ્યા હતા. તેઓ ગઇ કાલે પોતાના નાના ભાઇ શાહબાઝ શરીફ સાથે પરત ફર્યા હતા.

Post Comments