Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિમાન ઊડયું ત્યારે ૨૦૧૮નું વર્ષ હતું, પણ લેન્ડ થયું વર્ષ ૨૦૧૭માં

- અશક્ય લાગતી ટાઈમ ટ્રાવેલ જેવી ઘટના 'હવાઈઅન એરલાઈન્સ' સાથે બની

- વિમાન ઈન્ટરનેશનલ ડેટ લાઈન ક્રોસ કરી ૨૦૧૮માં ન્યૂઝિલેન્ડ રવાના થયું અને ૨૦૧૭માં હોનોલુલુમાં લેન્ડ થ

હોનોલુલુ, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

ટાઈમ ટ્રાવેલ કરવાનું એટલે કે ભુતકાળમાં પાછુ જવાનું શક્ય નથી. પરંતુ એવી એક ઘટના બની છે, જેમાં ૨૦૧૮ના વર્ષમાં ઉપડેલું વિમાન લેન્ડ થયું ત્યારે ૨૦૧૭નું વર્ષ ચાલતું હતું. એટલે કે વિમાને કાયદેસર રીતે ભુતકાળ તરફ સફર કરી હતી. આ ઘટના બનવા પાછળ જોકે કોઈ ચમત્કાર કે ટાઈમ ટ્રાવેલનું સાયન્સ નહીં પણ પૃથ્વીની ભૂગોળ કારણભૂત છે. અમેરિકાના ટાપુ રાજ્ય હવાઈની હવાઈઅન એરલાઈન્સ સાથે આ ઘટના બની હતી.

હવાઈઅન એરલાઈન્સની ફ્લાઈટ એચએ-૪૪૬ ન્યુઝિલેન્ડના ઓકલેન્ડ શહેરથી ટેક ઓફ થઈ ત્યારે ૧લી જાન્યુઆરીની મધરાતે ૧૨ અને ૫ મિનિટ થઈ હતી. એટલે કે નવું વર્ષ શરૃ થયાના પાંચ મિનિટ પછી વિમાન ટેકઓફ થયુ હતું. પણ એ વિમાને સફર દરમિયાન ઈન્ટરનેશનલ ડેટ લાઈન (આંતરરાષ્ટ્રીય તારીખ રેખા) પસાર કરી હતી. એટલે જ્યારે વિમાન હવાઈ ટાપુના હોનોલુલુમાં લેન્ડ થયું ત્યારે ૩૧મી ડિસેમ્બરના સવારના ૯:૪૫ વાગ્યા હતા. એ રીતે ૨૦૧૮માં રવાના થયેલું વિમાન ૨૦૧૭ના વર્ષમાં લેન્ડ થયું હતું.

પૃથ્વીના ગોળા પર ઉત્તર ધુ્રવથી દક્ષિણ ધુ્રવને જોડતી કાલ્પની ડેટ લાઈન તૈયાર કરવામાં આવી છે. એ રેખાથી નવો દિવસ, નવી તારીખ શરૃ થયેલી માનવામાં આવે છે. એટલે કે રેખાની પૂર્વમાં આવેલા દેશોમાં જૂની તારીખ હોય, જ્યારે પશ્ચિમમાં આવેલા દેશોમાં નવો દિવસ ઉગી ગયો હોય. ન્યુઝિલેન્ડનું શહેર ઓકલેન્ડ રેખાની પશ્ચિમે આવેલું છે, જ્યારે હોનોલુલુ પૂર્વમાં છે. એટલે વિમાને પશ્ચિમથી પૂર્વ તરફ સફર કરી એમાં દિવસ બદલી ગયો હતો.

ન્યુઝિલેન્ડ અને હોનોલુલુ વચ્ચે ૨૩ કલાકનો સમય તફાવત છે, જે રીતે ભારત અને અમેરિકા વચ્ચે દસેક કલાકનો છે. આ બન્ને દેશો તારીખ રેખાની આસપાસ જ આવેલા છે. માટે અંતર ઓછુ હોવા છતાં સમયની દૃષ્ટિએ બન્ને વચ્ચે ઘણો મોટો ફરક પડી જાય છે. એ વિમાનના મુસાફરોને એ રીતે બે વખત નવું વર્ષ ઉજવવાની તક મળી હતી.

Post Comments