Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બીમારીના કારણે 'પથ્થર' બની રહી છે આ છોકરી

- 23 વર્ષીય છોકરી ફાઇબ્રોડિસ્પ્લેસિયા ઓસિફિકન્સ પ્રોગ્રેસિવા નામની બીમારીથી પીડાય છે

- દુનિયાભરમાં અત્યારસુધીમાં માત્ર 800 લોકો આ બીમારીના શિકાર બન્યા છે

વિસકૉન્સિન, તા. 18 માર્ચ 2017, શનિવાર

જેસમિન ફ્લૉઇડ એક દુર્લભ બીમારીથી પીડાય છે. તેમની માંસપેશીઓમાં હાડકાં જેવી રચના બની રહી છે. તે 'પથ્થર' જેવી જડ બની રહી છે. જેસમિન પરિવાર સાથે અમેરિકાના કનેક્ટિકટમાં રહે છે. તેની ઉંમર 23 વર્ષ છે. બીમારીના કારણે જેસમિન ચાલી પણ શકતી નથી. તેના સાંધાઓ પર પણ હાડકાં ઉગી ગયા છે. તે એક સેન્ટીમીટરથી વધારે મોઢું પણ ખોલી શકતી નથી.  

જેસમિનને ફાઇબ્રોડિસ્પ્લેસિયા ઓસિફિકન્સ પ્રોગ્રેસિવા(FOP) નામની બીમારી છે. આ બીમારીમાં માણસની માંસપેશીઓ, નસ અને હાડકા કડક બની જાય છે. શરીરની અંદર એક બીજી કંકાલમય સંરચના બનવા લાગે છે. જેસમિન 5 વર્ષની હતી ત્યારથી જ આ બીમારીથી પીડાય છે. હવે તેને બોલવામાં અને જમવામાં પણ પરેશાની થાય છે. તે પોતાના હાથને માથા ઉપર સુધી પણ ઉઠાવી શકતી નથી. દુનિયાભરમાં અત્યારસુધીમાં માત્ર 800 લોકો જ આ દુર્લભ બીમારીના શિકાર બન્યા છે.

જેસમિને એક બ્લૉગ પેજ શરૂ કર્યુ છે. જેમાં લખ્યુ છે, 'હું બીમારીના ડરને પોતાના પર હાવી નથી થવા દેવા માંગતી, પરંતુ આ અઘરી ચેલેન્જ છે. હું નથી જાણતી કે હવેની ક્ષણે શું થશે.' તે આગામી તમામ પરિસ્થિતિઓ માટે પોતાને પહેલાથી તૈયાર કરવા ઇચ્છે છે. જેસમિનની ઇચ્છા અનેક સ્થળોએ ફરવા જવાની છે. તે સમગ્રપણે જડ થતા પહેલાં નવી નવી જગ્યાઓ જોવા ઇચ્છે છે.

Post Comments