Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાએ રાતોરાત પાકિસ્તાનની ૨૫ કરોડ ડૉલરની આર્થિક મદદ અટકાવી

- ટ્રમ્પની ટ્વિટના બીજા જ દિવસે વ્હાઈટ હાઉસે પાક.ને આંચકો આપ્યો

- અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ટ્વિટનો વિરોધ કરવા પાકે. ઇસ્લામાબાદ સ્થિત રાજદૂત ડેવિડ હેલને સમન્સ પાઠવ્યા

આતંકીઓનું સ્વર્ગ, જૂઠ્ઠાણું, વિશ્વાસઘાત અને ૧૫ વર્ષ સુધી મૂર્ખ બનાવ્યા જેવી ટ્રમ્પની ટિપ્પણીઓનો પાકે. વિરોધ કર્યો
અમેરિકાએ પાક.ને ભીંસમાં લેતા જ ચીને તક ઝડપી, કહ્યું 'અમે કોઈ પણ સંજોગોમાં પાક. સાથે છીએ'

(પીટીઆઈ)  વૉશિંગ્ટન/ઇસ્લામાબાદ, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ટ્વિટના બીજા જ દિવસે વ્હાઇટ હાઉસે પાકિસ્તાનની  મળનારી ૨૫ કરોડ ડૉલરની આર્થિક મદદ અટકાવી દીધી છે. આતંકવાદ સામે પાકિસ્તાને કોઈ જ પગલાં નહીં લીધા હોવાનું કહીને ટ્રમ્પે ટ્વિટ કરી હતી કે, છેલ્લાં ૧૫ વર્ષથી પાકિસ્તાને અમને જૂઠ સિવાય કશું આપ્યું નથી. પાકિસ્તાન સતત અમને મૂર્ખ બનાવતું રહ્યું છે, પરંતુ હવે એવું નહીં થઈ શકે. અમે ૧૫ વર્ષમાં તેમને ૩૩૦૦ કરોડ ડોલરની મદદ કરી છે.

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકન પ્રમુખને પાકિસ્તાન તરફથી શું અપેક્ષા છે એ સ્પષ્ટતા અનેકવાર થઈ ચૂકી છે. અમે પાકિસ્તાન માટે ૨૫ કરોડ ડૉલરનું બજેટ રાખ્યું હતું, પરંતુ હવે એ આર્થિક મદદ તેમને નહીં પહોંચે. દક્ષિણ એશિયામાં અમેરિકાની નીતિ આતંકવાદ અને સુરક્ષા જેવા મુદ્દા પર નિર્ભર છે. અમે અફઘાનિસ્તાનમાં અલ કાયદાના આતંક સામે લડતા રહ્યા, પરંતુ પાકિસ્તાને સામાન્ય મદદ કરીને સંતોષ માની લીધો. અમેરિકન સંરક્ષણ મંત્રાલય પણ પાકિસ્તાન તરફથી સતત વિશ્વાસઘાત થઈ રહ્યો હોવાનું અનુભવી રહ્યું છે.

જોકે, ટ્રમ્પની ટ્વિટ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં અચાનક ગરમાવો આવી ગયો હતો. પાકિસ્તાનના નાણાં મંત્રી સીધા વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસીને મળવા પહોંચી ગયા હતા. બીજી તરફ, પાકિસ્તાને ટ્રમ્પની ટ્વિટનો વિરોધ કરવા ઇસ્લામાબાદ સ્થિત રાજદૂત ડેવિડ હેલને સમન્સ પાઠવ્યા હતા. પાકિસ્તાનને આતંકીઓનું સ્વર્ગ ગણાવવા બદલ, પાકિસ્તાને સતત ૧૫ વર્ષ અમેરકિાને મૂર્ખ બનાવ્યું એ ટિપ્પણી બદલ તેમજ પાકિસ્તાને સતત જૂઠ્ઠાણું ચલાવ્યું અને વિશ્વાસઘાત કર્યો વગેરે જેવા શબ્દો બદલ પાકિસ્તાન સરકારે અમેરિકન રાજદૂત હેલ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. 

જોકે, આ ધમાચકડી વચ્ચે ચીન તક ઝડપીને પાકિસ્તાનને મદદ કરવાની ખાતરી આપી હતી. એટલું જ નહીં, ચીને કહ્યું હતું કે, પાકિસ્તાન સતત આતંકવાદ સામેની લડાઈ લડી રહ્યું છે અને એ માટે ભોગ પણ આપી રહ્યું છે. વૈશ્વિક સમાજે તેની કદર કરવી જોઈએ. અમે તે સ્થિતિમાં પાકિસ્તાનની સાથે છીએ. ઊલટાનું દ્વિપક્ષીય લાભ માટે અમે અમારા સંબંધ વધુ મજબૂત કરવા ઇચ્છીએ છીએ.

Post Comments