Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓને અમેરિકાએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી તરીકે જાહેર કર્યા

- પ્રતિબંધિત આતંકવાદીઓ સામે કૂણું વલણ ન રાખવાની પાકિસ્તાનને સૂચના

- લશ્કર-એ-તોયબા માટે વિવિધ વ્યવસ્થાઓ કરનારા આતંકવાદીઓ વિરુદ્ધ અમેરકાએ આકરાપાણીએ

વોશિંગ્ટન, તા. 8 ફેબ્રુઆરી, 2018, ગુરૂવાર

અમેરિકાએ પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓને આતંરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યા છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગે હેમાન ઝેબ ફકીર મોહમ્મદ, હિઝાબુલ્લાહ અસ્તામ ખાન અને દિવાલરખાન નાદિરખનને સરળ વાતાવરણ ન આપવાની સૂચના આપી છે તેમજ અમેરિકાના નાગરિકો આ ત્રણેય આતંકીઓ સાથે કોઈ પ્રકારનો વ્યવહાર ન કરે તેવી જાહેરાત પણ કરી છે.

અમેરિકાએ પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓને આંતરરાષ્ટ્રીય આતંકવાદી તરીકે જાહેર કર્યા છે. રહેમાન ઝેબ ફકીર મોહમ્મદ, હિઝાબુલ્લાહ અસ્તામ ખાન અને દિવાલરખાન નાદિરખાનને અમેરિકાના ટ્રેઝરી વિભાગે આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં મૂક્યા છે. લશ્કર-એ-તોયબા અને તાલિબાન સાથે સંકળાયેલા આ ત્રણેય આતંકવાદીઓ અને તેના સંગઠનો વિરુદ્ધ પગલાં લેવાની સૂચના અમેરિકાએ પાકિસ્તાનની સરકારને આપી છે. આજથી આ ત્રણેય આતંકવાદીને લગતા નિર્ણયો અને તેની સંપત્તિ અમેરિકન ન્યાયતંત્રની નજર હેઠળ રહેશે.

અમેરિકાના કોઈ નાગરિક આ આંતકીઓ સાથે કોઈ જાતનો વ્યવહાર પણ નહીં કરી શકે. ટ્રેઝરી વિભાગે કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિને નાણાંકીય અને રાજકીય રીતે પ્રોત્સાહન આપતા તત્વોને નાબૂક કરવાનું આ એગ પગલું છે. રહેમાન ઝેબ ફકીર મોહમ્મદ લશ્કર-એ-તોયબાને આર્થિક, તકનિકી મદદ અને જરૃરી સાધનસામગ્રી પૂરી પાડતો હતો. હિઝીબુલ્લાહ અસ્તામ પેશાવરમાં મદ્રેસાનું સંચાલન કરતો હતો અને અખાતી દેશોમાં વારંવાર પ્રવાસ કરી લશ્કર-એત-તોબયબા અને તાલિબાન માટે પૈસા અને બોમ્બ બનાવવાની સામગ્રીની વ્યવસ્થા કરતો હતો.

દિલાવરખાન નાદિરખાન કેટલાંક કુખ્યાત આતંકવાદીઓના સાથી તરીકે કામ કરી ચૂક્યો છે. આ આતંકવાદીઓ વતી તે વાતચીત કરતો તેમજ ફંડ ટ્રાન્સફર સમયે તેની મદદ લેવામાં આવતી હતી. હાલ અમેરિકાએ આ આતંકવાદીઓને સરળ વાતાવરણ ન આપવાની સૂચના આપી છે.

Post Comments