Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પેલેસ્ટાઇન શાંતિ મંત્રણા શરૃ ના કરે તો સહાયમાં કાપ મૂકવાની ટ્રમ્પની ધમકી

- પેલેસ્ટાઇના રેફ્યુજીઓને અમેરિકાએ ૨૦૧૬માં ૩૬.૮૦ કરોડ ડોલરની સહાય આપેલી

(પીટીઆઇ)     વોશિંગ્ટન, તા.૩ જાન્યુઆરી 2018, બુધવાર

પેલેસ્ટાઇન જ્યાં સુધી શાંતિ મંત્રણા શરૃ ના કરે ત્યાં સુધી પેલેસ્ટાઇન ઓથોરિટીને અપાતી સહાયમાં કાપ મૂકવાની અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ધમકી આપી હતી તો સાથે સાથે જેરૃસલામને ઇઝરાઇલના પાટનગર બનાવવાની તેમણે  કરેલી જાહેરાતના વૈશ્વિક  વિરોઘની પણ તેમણે  અવગણના કરી હતી.વર્ષ ૨૦૧૬માં પેલેસ્ટાઇન રીફ્યુજી માટે યુએન રીલિફ એડ વર્ક્સ એજન્સીને સૌથી વધુ દાન આપનાર અમેરિકા જ હતો. અમેરિકાએ ૩૬.૮૦ કરોડ ડોલરની સહાય આપી હતી.

 ઉપરાંત પેલેસ્ટાઇન માટે નાણાકીય સહયોગ આપનાર પણ અમેરિકા છે. પેલેસ્ટીનયનો  જેરૃસલેમને પવિત્ર શહેર માને છે છતાં ટ્રમ્પે ગયા મહિને એક તરફી રીતે તેને ઇઝરાઇલના પાટનગર તરીકે જાહેર કરી દીધો હતો જેનો આરબ વિશ્વ અને અન્ય દેશોએ ભારે વિરોધ કર્યો હતો. આ શહેર અંગે વિશ્વ અને અમેરિકાની દાયકાઓ જુની પોલીસીને ટ્રમ્પે ઉલ્ટાવી દીધી હતી.'અમે દર વર્ષે પેલેસ્ટાઇનને કરોડો ડોલરની સહાય આપીએ છીએ તેમ છતાં અમને માન કે પ્રશંસા મળતા નથી. ઇઝરાઇલ સાથે લાંબા સમયથી પડતર એવી શાંતિ મંત્રણા પણ તેઓ કરતા નથી'એમ ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું હતુંં.

'મંત્રણાના સૌથી મુશ્કેલ મુદ્દા જેરૃસલેમને અમે ઉપાડયો હતો, પણ ઇઝરાઇલને એના માટે વધુ કિમંત ચૂકવવી પડશે. પેલેસ્ટાઇનને શાંતિ મંત્રણામાં રસ નહીં હોવાથી અમે શા માટે ભવિષ્યની ચૂકવણી કરીએ?'એમ પ્રમુખે કહ્યું હતું.ટ્રમ્પે જેરૃસલેમને ઇઝરાઇલના પાટનગર બનાવવાની જાહેરાતથી પેલેસ્ટીનના  પ્રમુખ મેહમુદ અબ્બાસે ડિસેમ્બરમાં અમેરિકાના ઉપ-પ્રખુખ સાથેની મુલાકાતને રદ કરી હતી.જેના કારણે મધ્ય પૂર્વની તેમની મુલાકાત મોડી થઇ છે.

Post Comments