Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લંડનમાં આતંકી હુમલો : મુસ્લિમો પર વાન ચડાવી દીધી, બેના મોત

- રમઝાનની નમાઝ પઢીને આવી રહેલા મુસ્લિમોને નિશાન બનાવ્યા

- હુમલામાં ૨૫થી વધુ ઘાયલ, ચાર મહિનામાં ચોથા આતંકી હુમલાથી લોકોમાં ભયનો માહોલ

- હુમલાખોર શખ્સને એક મુસ્લિમે ઝડપી પોલીસને સોપી દીધો

લંડન, તા. ૧૯ સોમવાર, જૂન 2017
બ્રિટનમાં છેલ્લા ઘણા સમયથી આતંકી હુમલા થઇ રહ્યા છે. લંડનમાં હવે ફરી એક આતંકી હુમલો થયો છે. અને આ વખતે અહીંના મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઉત્તર લંડનમાં આવેલી એક મસ્જિદમાંથી રમઝાનની નમાઝ અદા કરીને પરત ઘરે જઇ રહેલા મુસ્લિમો પર આતંકીએ એક વાહન ચડાવી દીધુ હતું. જેને પગલે બે લોકોના મોત નિપજ્યા છે અને ૨૫થી વધુ ઘવાયા છે. લંડન પોલીસે જણાવ્યું હતું કે આ એક આતંકી હુમલો જ હતો અને નિશાના પર મુસ્લિમો હતા. હુમલાખોર આતંકીને પકડી લેવામાં આવ્યો છે.

બ્રિટનમાં છેલ્લા ચાર મહિનામાં આ ચોથો આતંકી હુમલો થયો છે. જેને પગલે લોકોમાં ભયનો માહોલ છે. આ ચોથો હુમલો લંડનમાં આવેલ સેવન સિસ્ટર રોડ પરના મુસ્લિમ વેલફેરની બહાર થયો હતો. અહીં મુસ્લિમોની મસ્જિદ પણ આવેલી છે. જ્યાં રમઝાનની નમાઝ માટે અનેક મુસ્લિમો એકઠા થયા હતા.

હુમલાખોર ૪૮ વર્ષીય શખ્સની ધરપકડ કરી લેવામા આવી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. આ હુમલા પાછળ આઇએસનો હાથ હોવાની પણ શક્યતાઓ તપાસાઇ રહી છે. હજુ સુધી આ હુમલા પાછળ એક જ શખ્સ હોવાનું સામે આવી રહ્યું છે. જોકે તેમ છતા લંડનમાં અન્ય આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સર્ચ ઓપરેશન શરૃ કરી દેવામાં આવ્યું છે.

હુમલાખોર શખ્સ પુર ઝડપે એક વેન લઇને આવ્યો હતો અને રસ્તા પરથી પસાર થઇ રહેલા લોકોને કચડવાનો પ્રયાસ કર્યો હતો. બે લોકોને ગંભીર રીતે ટક્કર વાગતા તેઓ સ્થળ પર જ મોતને ભેટયા હતા. હુમલાખોર વધુ લોકોનો જીવ લે તે પહેલા લોકોએ તેને પકડી લીધો હતો. હુમલાખોરને પકડનારા એક શખ્સ રેહમાને જણાવ્યું હતું કે પોલીસ આવે નહીં ત્યાં સુધી મે તેને જમીન પર દબાવીને રાખ્યો હતો. બાદમાં તેને પોલીસને હવાલે કરી દીધો હતો.

ફરી હુમલો કરી બધા મુસ્લિમોને મારી નાખીશ : હુમલાખોર
હુમલાખોર શખ્સ કોણ છે તેની વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. પણ જે અબ્દુલ રહેમાન નામના મુસ્લિમે તેને પકડી લીધી તેણે પોલીસને જણાવ્યું હતું કે આ હુમલાખર એમ કહેતો હતો કે તે ફરી હુમલો કરશે અને બધા જ મુસ્લિમોને મારી નાખશે. બીજી તરફ પોલીસ કમીશનરે જણાવ્યું હતું કે લંડન લંડન એ દરેક ધર્મો અને અનેક દેશોના નાગરીકોથી વસેલુ શહેર છે. કોઇ એક કોમ પર હુમલો તે અમારા દરેક પર હુમલો છે. તેથી કોઇને પણ બક્ષવામાં આવશે નહીં. આતંકીઓ અમને જુદા પાડવાના પોતાના મનસુબામાં સાકાર નહીં થાય. અમે એક હતા અને એક થઇને જ રહીશું.

Post Comments