Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

LNG આયાત કેસમાં પાક. PMને ગેરલાયક ઠેરવવાની અરજી સુપ્રીમે ફગાવી

- પાક.ના LNG આયાત કૌભાંડમાં નવો વણાંક

- ૨૦૧૫માં જ્યારે શાહીદ ખાકાન અબ્બાસી પેટ્રોલિયમ મંત્રી હતા ત્યારનો કેસ હતો

(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

પાકિસ્તાનના વડા પ્રધાન શાહીદ અબ્બાસ ખાકાનને મોટી રાહત થઇ. વર્ષ ૨૦૧૫માં જ્યારે તેઓ પેટ્રોલિયમ મંત્રી હતા ત્યારે LNG આયાત કરારમાં કથિત રીતે ભ્રષ્ટાચાર થયો હોવાના આધારે તેમને પદ પરથી ગેરલાયક ઠેરવવાની અરજીને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી હતી.અવામી મુસ્લિમ લીગના વડા શેખ રાશીદ અહેમદે આક્ષેપ કર્યો હતો કે અબ્બાસીએ  બિડિંગ પ્રોસેસમાં પારદર્શિતા કર્યા વગર જ ૨૦૧૫માં LNG  આયાતનો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો.

અહેમદે ૫૯ વર્ષના અબબાસી સામે નેશનલ એકાઉન્ટીબીલીટી બ્યુરો દ્વારા તપાસની તેમજ તેમને સંસદમાંથી પણ દૂર કરવાની માગ કરી હતી.' વડા પ્રધાન અબ્બાાસી આ પ્રોજેક્ટમાં આશરે રૃપિયા ૨૦૦ અબજના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે'એમ એક માધ્યમે તેમને કહેતા ટાંક્યા હતા. રશીદના વરિષ્ઠ વકીલ લતીફ ખોસા દ્વારા રજૂ કરેલી દલીલો સાંભળ્યા પછી  સર્વોચ્ચ અદાલતે  ચૂકાદો આપ્યો હતો કે અરજી બંધારણની કલમ ૧૮૪ (૩)માં આવતી નથી જે કોર્ટને નાગરિકના પાયાના અધિકાર પર અમલ કરવા સત્તા આપે છે.

પાક. વડા પ્રધાન નવાઝ શરીફને તેમને પદ પરથી દૂર કર્યાના થોડા સમય પછી જ આ અરજીને ફગાવી દેવામાં આવી હતી. તેમની વિદાય પછી ઓગસ્ટ ૨૦૧૬માં અબ્બાસીને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. વિરોધ પક્ષ પાકિસ્તાન તેહરિક એ ઇન્સાફના સાથી એવા રશીદને કોર્ટે  આ ફરીયાદ માટે નેશનલ એકાઉન્ટેબિલીટી બ્યુરોમાં જવા કહ્યું હતું.

Post Comments