Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અબુ ધાબીનું હિંદુ મંદિર ૫૫ હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલું હશે

- અમેરિકાના ન્યૂ જર્સીમાં પણ બાપ્સ મંદિરનું બાંધકામ ચાલુ

- પત્થરમાંથી બનનારા હિંદુ મંદિરનું બાંધકામ ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થશે

દુબઇ, તા. 11 ફેબ્રુઆરી, 2018, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫ પછી યુએઇની ફરી એકવાર મુલાકાત લીધી હતી. આ વખતના યુએઇ પ્રવાસની ખાસ વાત એ રહી કે, યુએઇના અબુ ધાબી શહેરની ધરતી પર પહેલીવાર હિંદુ મંદિરના નિર્માણનું કામ શરૃ થયું.

આશરે ૫૫ હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આ મંદિરની વિશેષતા એ છે કે, પત્થરમાંથી નિર્માણ પામનારા આ મંદિરના મુખ્ય ભાગોમાં ભારતીય કારીગરોએ હાથથી કોતરણી કરી છે. આ મંદિરનું બાંધકામ ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થઈ જશે અને પછી ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લું મૂકાશે.

મધ્ય પૂર્વીય દેશોની ધરતી પર નિર્માણ પામનારું આ સૌથી પહેલું મંદિર છે. અબુ ધાબીમાં આકાર પામનારું મંદિર નવી દિલ્હીના બાપ્સ મંદિરની પ્રતિકૃતિ હશે. અમેરિકાના ન્યૂ જર્સીમાં પણ આવું એક મંદિર આકાર લઇ રહ્યું છે.

બાપ્સની સ્થાપના ૧૯૦૭માં થઈ હતી. વિશ્વભરમાં બાપ્સના કુલ ૧,૧૦૦ મંદિર છે, જે વિવિધ દેશોમાં સાંસ્કૃતિક ઐક્ય સ્થાપવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. બાપ્સના મંદિર સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિકનું સંગમતીર્થ પણ હોય છે.

Post Comments