Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઉદીમાં પહેલી વખત મહિલાને ફૂટબોલ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશ

- પ્રિન્સ મોહમ્મદના શાસનમાં વધુ એક આવકારદાયક સુધારો

- હંમેશા ટીવી પર મેચ જોતી આવી છું, પહેલી વખત સ્ટેડીયમમાં બેસીને તોના આનંદ લઇશ ઃ સ્થાનિક મહિલા નૌરા

લાખો મહિલાઓમાં ઉત્સાહનો માહોલ, રસ્તા પર ઉતરી ખુશી વ્યક્ત કરી
જેદ્દાહ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

સાઉદી અરેબિયામાં મહિલાની પરિસ્થિતિ હજુ પણ અતી ખરાબ છે, તેમને મળેલા માનવ અધિકારોનું ખુલ્લેઆમ હનન થઇ રહ્યું છે. અહી વિચિત્ર પ્રકારના કાયદા છે. અને મોટા ભાગના કાયદામાં મહિલાઓને પુરુષોના પગ તળે તબાવી રાખવા માટે જ બનાવવામાં આવ્યા છે. જોકે હવે વિરોધ થતા આવા નિયમો અને કાયદાને બદલવા સરકાર મજબુર થઇ રહી છે. દેશના ઇતિહાસમાં પહેલી વખત સાઉદી અરેબિયાએ મહિલાઓને ફુટબોલ મેચ જોવાની અનુમતી આપી હતી.

એનો અર્થ એમ થયો કે મહિલાઓ અહીં રમતની મેચ જોવાના અધિકારો પણ નથી ભોગવી શકતી. પણ હવે આ પરંપરાને તોડીને મહિલાઓને અહીંના એક સ્ટેડીયમમાં ફૂટબોલ મેચ જોવા દેવાની છુટ આપવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી મહિલાઓ પર થોપવામાં આવેલા કાયદાઓને હવે ધીરે ધીરે દુર કરાઇ રહ્યા છે. અત્યાર સુધી મહિલાઓને મત આપવાનો અધિકાર પણ અહીં નહોતો જેને કેટલાક વર્ષ પહેલા જ આપવામાં આવ્યો હતો.

આ ઐતીહાસીક ઘટનાના સાક્ષી બનવા માટે હજારો મહિલાઓ ફુટબોલ સ્ટેડીયમની અંદર અને બહાર એકઠી થઇ હતી. મહિલાઓ માટે સ્ટેડીયમમાં અનામત સીટ રાખવામાં આવી હતી. આવી જ એક ઉત્સાહીત મહિલા લામ્યા ખાલીદે જણાવ્યું હતું કે મને આ અધિકાર મળ્યો તેનાથી હું બહુ જ ખુશ છું અને ગૌરવનો અહેસાસ થાય છે. પ્રીંસ મોહમ્મદે સત્તા સંભાળ્યા બાદ મોટા પાયે મહિલાઓને તેના અધિકારો આપવામાં આવી રહ્યા છે. અને આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીનું પણ આ માટે બહુ જ દબાણ છે.

એક મહિલા ફુટબોલ ફેન નૌરા બાખર્જીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી મે ટીવી પર જ બધી મેચો જોઇ પણ પહેલી વખત હું સ્ટેડીયમમાં બેસીને લાઇવ મેચ જોઇશ. સોશિયલ મીડિયા પર આ અધિકાર મળતા અનેક મહિલાઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને ઠેર ઠેર ઉજવણીનો પણ માહોલ જોવા મળ્યો હતો.

Post Comments