Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અબુ ધાબીમાં સૌ પ્રથમવાર હિંદુ મંદિરનો વડાપ્રધાન મોદીના હસ્તે શિલાન્યાસ

- મંદિર બાંધવા માટે પ્રિન્સે જમીન દાનમાં આપી

- ભારત અને ખાડી દેશોનો સંબંધ ફક્ત ખરીદાર-વેચનારનો નથી રહ્યો, પરંતુ તેનાથી ઘણો ઊંડો બની ગયો છે: મોદી

દુબઇ, તા. 11 ફેબ્રુઆરી, 2018, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અબુ ધાબીના દુબઇ શહેરમાં હિંદુ મંદિરના નિર્માણનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આ મંદિરને માનવતા અને સંવાદિતાનું પવિત્ર સ્થળ ગણાવતા કહ્યું હતું કે, આ મંદિર ભારતનું પ્રતીક બનીને ઊભરશે. આ મંદિરના નિર્માણથી ભારતનો ખાડી દેશો સાથેનો સંબંધ વધુ ઊંડો, વિશાળ અને ગતિશીલ બન્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઇના ભવ્ય ઓપેરા હાઉસમાંથી વીડિયો કોન્ફરન્સ થકી બાપ્સ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન ઓપેરા હાઉસ 'ભારત માતા કી જય'ના નારા સાથે ગૂંજી ઉઠયું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ભારતીય સમાજને સંબોધન કરતા કહ્યું હતું કે, ભારત અને ખાડી દેશોનો સંબંધ ફક્ત ખરીદાર અને વેચનાર તરીકેનો નથી રહ્યો, પરંતુ તેનાથી ઘણો ઊંડો બની ગયો છે. આ મંદિર સાથે સંકળાયેલા તમામ લોકોને મારે કહેવું જોઇએ કે, આ દેશના સત્તાધીશોએ ભારતને ઘણું મોટું સન્માન આપ્યું છે. તેઓ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનું ગૌરવ લે છે. હવે આપણી જવાબદારી બને છે કે, આપણાથી કોઇ ભૂલ ના થાય.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મંદિર બાંધવા માટે જમીન દાનમાં આપવા બદલ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો. ભારતીયોથી ખીચોખીચ ભરાયેલા ઓપેરા હાઉસના હર્ષોન્નાદ વચ્ચે મોદીએ કહ્યું હતું કે, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે આ ધરતી પર હિંદુ મંદિર બાંધવાની વાત કરી ત્યારે લોકોને આશ્ચર્ય થયું હતું. હું યુએઇના રાજવી પરિવારનો ૧૨૫ કરોડ ભારતીયો વધી આભાર માનું છું.

અહીંના ૩૦ લાખ ભારતીયોને ઘર જેવું વાતાવરણ આપવા માટે પણ હું રાજવી પરિવારનો આભાર માનું છું. આપણે એ સંસ્કૃતિમાં ઉછર્યા છીએ, જ્યાં મંદિરો માનવતાનું માધ્યમ હોય છે. મારું માનવું છે કે, આ મંદિર વાસ્તુશાસ્ત્ર અને ભવ્યતાના કારણે જ ખાસ નથી, પરંતુ તે વિશ્વને 'વસુધૈવ કુટુંબકમ'નો પણ સંદેશ આપે છે.

નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીના ૨૦ મિનિટના ભાષણ અગાઉ બાપ્સ મંદિર સમિતિના સભ્યોએ મોદી અને અબુ ધાબી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને મંદિરનું સાહિત્ય ભેટમાં આપ્યું હતું. આ પ્રસંગે ૧૦૭ ભાષામાં ગાઇ શકનારી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સુચેતાએ ભારતીય ભાષાઓમાં ગાયન પર્ફોર્મન્સ આપ્યું હતું.

Post Comments