Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત-ઓમાન વચ્ચે આઠ મહત્ત્વના કરાર મોદી-સુલતાન કબૂસ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો

- સંરક્ષણ, પ્રવાસન, હેલ્થ જેવાં વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારાશે

- ઓમાનની મુલાકાતથી બંને દેશોના સંબંધોમાં ઉષ્મા આવશે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને સુલતાનનો આભાર માન્યો

(પીટીઆઈ) મસ્કત, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનની મુલાકાત દરમિયાન સુલતાન કબૂસ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કર્યો હતો. બંને દેશો વચ્ચે સંરક્ષણ, પ્રવાસ, હેલ્થ જેવા ક્ષેત્રોના કુલ આઠ મહત્વના કરારો થયા હતા. મોદીએ કહ્યું હતું કે તેમની ઓમાન મુલાકાતથી બંને દેશોનાં સંબંધોમાં ઉષ્મા આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનના સુલતાન કબૂસ બિન સાદ અલ સાદ સાથે વાર્તાલાપ કર્યો હતો.

બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ, ખાદ્યસુરક્ષા, જ્યુડિશિયલ આદાનપ્રદાન જેવા મહત્વના આઠ કરારો થયા હતા. ટ્વિટર મારફતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આ અંગેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ઓમાન સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે. બંને દેશો વચ્ચે વેપારી આદાન-પ્રદાન પણ સદીઓ જૂનું છે.

વડાપ્રધાન મોદીએ ઓમાનની મુલાકાતને બંને દેશોના સંબંધોમાં ઉષ્મા લઈ આવનારી ગણાવી હતી. તેમણે સુલતાન કબૂસનો આભાર માન્યો હતો. મોદીએ આ મુલાકાતને ખૂબ જ મહત્વની ગણાવીને કહ્યું હતું કે આગામી સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધારવા માટે આ મુલાકાત કરવાની મારી ઘણાં લાંબાં સમયથી ઈચ્છા હતી. મોદીએ સુલતાન કાબુસ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ભારતીય સમુદાયને સંબોધીને સરકારની સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી.

તેમણે ઓમાનમાં રહેતા આઠ લાખ ભારતીય મૂળના નાગરિકોને સાચા અર્થમાં દેશના રાજદૂત ગણાવીને દેશના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો હોવાનું કહ્યું હતું. તેમણે ટ્વિટ કરીને ઓમાનના સુલતાનનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે થેન્ક યુ યોર મેજિસ્ટી સુલતાન કાબુસ. તમે ખૂબ ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું, ખૂબ કાળજી રાખીને મિત્રતાને નવી ઊંચાઈ આપી છે. મારી આ ઓમાનની મુલાકાતને ખૂબ જ યાદગાર બનાવવા માટે તમે ઝીણામાં ઝીણી વિગતોનું ધ્યાન રાખ્યું તે માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. વડાપ્રધાને ઓમાનના લોકોનો આભાર માન્યો હતો.

Post Comments