Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત વિરોધી પ્રવૃત્તિ કરનારા છ સંગઠનો પર બ્રિટિશ સરકારે પ્રતિબંધ યથાવત રાખ્યો

- ભારતના કહેવાથી બ્રિટિશ સરકારની મોટી કાર્યવાહી

- છ માંથી પાંચ સંગઠનો કાશ્મીરમાં સક્રીય છે, જ્યારે એક સંગઠન અલગ ખાલિસ્તાનની માગણી માટે હિંસક પ્રવૃતિઓ કરી રહ્યું છે

લંડન, તા. ૩ જાન્યુઆરી 2018, બુધવાર

બ્રિટન સરકારે છ ભારત વિરોધી સંગઠનો પર પ્રતિબંધ મુક્યો હતો. આ પ્રતિબંધનો સમયગાળો પુરો થયો હતો, જેને પગલે ફરી આ પ્રતિબંધને યથાવત રાખવાનો નિર્ણય બ્રિટિશ સરકારે લીધો છે. ભારતના કહેવાથી આ પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા. જે પણ સંગઠનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા તેમાં ચાર જમ્મુ અને કાશ્મીર સાથે જોડાયેલા છે જેમાં હરકત ઉલ જિહાદ (૨૦૦૫માં પ્રતિબંધ), હરકત મુજાહિદીન (૨૦૦૧માં પ્રતિબંધ), જૈશ-એ-મોહમ્મદ અને અન્ય ગુ્રપ જેેમ કે ખુદ્દમ ઉલ ઇસ્લામ, અને જમાત ઉલ ફરકુઆનનો સમાવેશ થાય છે. બ્રિટનમાં એન્ટી ટેરેરિઝમ એક્ટ ૨૦૦૦ અંતર્ગત આ સંગઠનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પ્રતિબંધને પગલે આ સંગઠનો બ્રિટનમાં કોઇ પણ પ્રકારની પ્રવૃતિ નહીં કરી શકે. આ પહેલા ૨૦૦૧માં ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેને ૨૦૧૬માં માર્ચ મહિનામા ઉઠાવી લેવામાં આવ્યો હતો. હાલમાં જે સંગઠનો પર પ્રતિબંધ મુકાયા છે તેમાં બબ્બર ખાલસાનો પણ સમાવેશ થાય છે. આ એક શીખ સંગઠન છે કે જે અલગ ખાલિસ્તાનની માગણી સાથે રચાયુ હતું અને અનેક હિંસક ઘટનાને અંજામ આપી ચુક્યું છે. ભારતના કહેવાથી જ આ સંગઠનોને બ્રિટિશ સરકારે પ્રતિબંધીત કર્યા છે. આ સંગઠનો ભારતમાં પણ પ્રતિબંધીત છે.

Post Comments