Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

થાઈલેન્ડઃ ગુફામાંથી બાળકોને બહાર કાઢવાનુ રેસ્ક્યુ ઓપરેશન શરુ, દરેક બાળક માટે બે ડાઈવર મોકલાયા

- 13 જિંદગી બચાવવા માટે કુદરત સામે દુનિયાભરના રેસ્ક્યુ એક્સપર્ટસનો જંગ

નવી દિલ્હી, તા. 8. જુલાઈ 2018 રવિવાર

 

થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા 12 બાળકો અને તેમના કોચને બચાવવા માટે આકાશ પાતાળ એક થઈ રહ્યા છે.

 

દુનિયાભરના રેસ્ક્યુ નિષ્ણાતો હવે13 જિંદગી બચાવવા માટે કુદરત સામે જંગે ચઢ્યા છે.

આ સંજોગોમાં બાળકો અને તેમના કોચને બચાવવા માટેના રેસ્કયુ ઓપરેશન શરુ કરી દેવાયુ છે.કારણકે આ બાળકો 23 જુનથી ગુફામાં ફસાયેલા છે. જેની ચારે તરફ પાણી છે. પાણીમાંથી ગુફાના મુખ્ય દરવાજા સુધી આવતા પહેલા બાળકને 11 કલાક લાગશે તેમ કહેવામાં આવી રહ્યુ છે.

દરેક બાળક માટે ગુફાની અંદર બે ડાઈવર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રેસ્ક્યુ ઓપરેશનમાં 13 ડાઈવર્સ પણ સામેલ છે. બાળકો માટે સિલિન્ડર સાથે આટલુ લાંબુ અંતર કાપવુ મુશ્કેલ છે કારણકે બાળકો થાકી ગયેલા છે અને ભોજનની અછતના કારણે અશક્ત પણ થઈ ગયા છે.જેના કારણે દરેક બાળક દીઠ બે ડાઈવરને મોકલવાનુ નક્કી કરાયુ છે.

એક તરફ વરસાદની આગાહી છે અને બીજી તરફ ગુફામાં હાલમાં પાણીનુ સ્તર ઓછુ થુય હોવાનો લાગે છે ત્યારે ઓપરેશન લોન્ચ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે તેવુ થાઈલેન્ડની નેવીના ચીફે કહ્યું હતું.જોકે તમામ બાળકો અને કોચને બહાર લાવતા ત્રણ થી ચાર દિવસનો સમય લાગી શકે છે.

આ પહેલા બીજા વિકલ્પો પર વિચાર કરાયો હતો. એક વિકલ્પ હતો કે  ગુફામાં ટ્યુબ નાંખીને બાળકોને બહાર લાવવામાં આવે.આ ટ્યુબ પાણીની અંદર નાંખવામાં આવશે. જોકે તેમાં કેટલો ઓક્સિજન હશે તે એક સવાલ છે.

બીજા વિકલ્પના ભાગુરુપે ગુફાની ઉપરના પહાડ પર ડ્રિલિંગ કરીને બાળકોને બહાર કાઢવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.ધુમાડો કાઢવા માટે ઉપયોગમાં લેવાય છે તેવી 100 ચિમનિયો તૈયાર કરાઈ છે.

જેમને 400 મીટરની ઉંડાઈ સુધી ઉતારવાની યોજના છે. જેમાંથી બાળકોને ઉપર ખેંચી લેવા તેવુ સૂચન કરાયુ છે. જોકે તેમાં પણ તકલીફ એવી છે કે બાળકોનુ ચોક્કસ લોકેશન ગુફાની ઉપરથી ખબર પડી રહ્યુ નથી.

Post Comments