Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટેક્નોલોજીનો ઉપયોગ વિકાસ માટે કરવો જોઇએ, વિનાશ માટે નહીં

- દુબઇમાં આયોજિત વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને વડાપ્રધાન મોદીનું સંબોધન

- ટેક્નોલોજીની મદદથી વિશ્વએ છ 'આર'- રિડયુસ, રિયુઝ, રિસાયકલ, રિકવર, રિડિઝાઇન અને રિમેન્યુફેક્ચરનો અમલ

વિશ્વની ૯.૫ ટકા વસતી ગરીબ હોવા છતાં આપણે મિસાઇલો અને બોમ્બ બનાવવા જંગી ખર્ચ કરવો પડે છે
મોદીએ કહ્યું 'ભારત માટે ઇ-ગવર્નન્સનો અર્થ જ ઇફેક્ટિવ, એફિશિયન્ટ, ઇઝી, એમ્પાવર અને ઇક્વિટી છે'

દુબઇ, તા. 11 ફેબ્રુઆરી, 2018, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાયબર ટેક્નોલોજીના દુરુપયોગ મુદ્દે ચેતવણી આપતા કહ્યું હતું કે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ કટ્ટરવાદ ફેલાવવા માટે ના કરવો જોઈએ. હવે આતંકી સંગઠનો સાયબરસ્પેસનો ઉપયોગ કરીને ઓનલાઇન ભરતી કરે છે. સાયબર સ્પેસનો આતંકવાદીઓ અને હેકર્સ દ્વારા થઇ રહેલા દુરુપયોગને રોકવા વિશ્વ પ્રયત્નશીલ છે, પરંતુ આપણે વિકાસ કરવા પણ ટેક્નોલોજીનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવો જોઇએ.

દુબઇમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ટેક્નોલોજીના ઉપયોગથી આપણે વિકાસ કરી શકીએ છીએ અને દરેક દેશ, સમાજ, વ્યક્તિ માટે સમૃદ્ધિ લાવી શકીએ છીએ. ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, નેનો ટેક્નોલોજી, સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં કાઠું કાઢી રહ્યું છે. આપણે હજુયે વિકાસના ફળ દરેક સુધી પહોંચાડી શક્યા નથી. ગરીબાઇ અને કુપોષણને સંપૂર્ણપણે નાબૂદ કરી શક્યા નથી. બીજી તરફ, આપણે રોકાણોનો બહુ જ મોટો હિસ્સો મિસાઇલો અને બોમ્બ પાછળ ખર્ચીએ છીએ. એટલે જ આપણે ટેક્નોલોજીનો વિકાસ તરીકે ઉપયોગ કરવો જોઇએ, વિનાશ માટે નહીં.

વડાપ્રધાન મોદીએ પોતાની સરકારના વખાણ કરતા કહ્યું હતું કે, સબ કા સાથ, સબ કા વિકાસ અમારો મંત્ર છે. અમે ટેક્નોલોજીની મદદથી મીનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ કરવા પ્રયત્નશીલ છીએ. ટેક્નોલોજીથી વૈશ્વિક પરિવર્તન શક્ય છે. ઇ-ગવર્નન્સનો અર્થ જ ઇફેક્ટિવ, એફિશિયન્ટ, ઇઝી, એમ્પાવર અને ઇક્વિટી છે. એવી જ રીતે, આપણે ટેક્નોલોજીની મદદથી રિડયુસ, રિયુઝ, રિસાયકલ, રિકવર, રિડિઝાઇન અને રિમેન્યુફેક્ચર એમ છ 'આર'ને પણ અમલમાં મૂકવાની જરૃર છે.  દુબઇમાં આયોજિત વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ૧૪૦ દેશે ભાગ લીધો હતો, જેમાં ભારતને મહેમાન દેશ તરીકે આમંત્રિત કરાયું હતું.

આ દરમિયાન તેમણે યુએઇ સરકારના વખાણ કરતા કહ્યું હતું કે, ટેક્નોલોજીની મદદથી સરકારે દુબઇના રણપ્રદેશની કાયાપલટ કરી નાંખી છે. આ ચમત્કાર છે. આખા વિશ્વ માટે આ ઉદાહરણરૃપ ઘટના છે. આજેય વિશ્વની ૯.૫ ટકા વસતી ગરીબાઇ રેખાની નીચે જીવે છે. આપણી સામે હજુયે ગરીબાઇ, બેકારી, શિક્ષણ અને ઘરોની અછત જેવા પ્રશ્નો છે. આ બધાનો સામનો વિકાસથી શક્ય છે. અમારી સરકાર પણ ટેક્નોલોજીની મદદથી વિકાસ કરવા પ્રયત્નશીલ છે. નોંધનીય છે કે, ત્રણ દેશની મુલાકાતના ભાગરૃપે ગઇ કાલે વડાપ્રધાન મોદી પેલેસ્ટાઇનથી યુએઇ પહોંચ્યા હતા.

મોદીની ફ્રેંચ વડાપ્રધાન ફિલીપ સાથે દ્વિપક્ષીય બેઠક  
દુબઇમાં આયોજિત વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રેંચ વડાપ્રધાન એદોર્દ ફિલિપ સાથે પણ એક બેઠકમાં ચર્ચા કરી હતી. આ બેઠકનો હેતુ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવાનો હતો. ઉલ્લેખનીય છે કે, આવતા મહિને ફ્રેંચ પ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોન ભારતની મુલાકાતે આવી રહ્યા છે.  વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું હતું કે, ભારત અને ફ્રાંસના વડાઓએ દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત બનાવવાના હેતુથી બેઠક યોજી હતી.  આ  બેઠકમાં ખાસ કરીને વેપાર અને સંરક્ષણને લગતી બાબતોની ચર્ચા કરાઇ હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કિર્ગિસ્તાનના વડાપ્રધાન સાપર ઇસાકોવ સાથે પણ ઉચ્ચ પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી. એ પહેલાં વડાપ્રધાન મોદીએ યુએઇના ઉપ પ્રમુખ અને વડાપ્રધાન મોહમ્મદ બિન રશીદ અલ મકતૂમ સાથે પણ વેપાર, સંરક્ષણ અને બંને દેશોના નાગરિકોનો લોકસંપર્ક વધારવા માટે દ્વિપક્ષીય કરારોનું વિસ્તરણ કરવા મુદ્દે ચર્ચા કરી હતી.

Post Comments