Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોદી અને ટ્રમ્પે ફોન પર માલદીવની રાજકીય કટોકટી અંગે ચર્ચા કરી

- ૨૦૧૮માં બંને નેતાઓએ પ્રથમ વખત વાત કરી

- બંને નેતાઓએ માલદીવમાં લોકશાહી સંસ્થાઓ અને કાયદાના સન્માન પર ભાર મૂક્યો

માલદીવ ઉપરાંત અફઘાનિસ્તાન, મ્યાનમાર અને ઉત્તર કોરિયા મુદ્દે પણ ચર્ચા થઇ
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોન પર વાત કરી હતી. આ વાતચીતમાં માલદીવની રાજકીય કટોકટી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર આ વાતચીત દરમિયાન અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસેફિક ક્ષેત્રમાં સુરક્ષા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ચાલુ વર્ષે પ્રથમ વખત ટ્રમ્પ અને મોદી વચ્ચે થયેલી વાતચીતમાં બંને નેતાઓએ માલદીવની રાજકીય કટોકટી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને લોકશાહી સંસ્થાઓનું મહત્ત્વ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. ગયા ગુરૃવારે માલદીવની સુપ્રીમ કોર્ટે વિરોધ પક્ષના ૯ નેતાઓને મુક્ત કરવાનો આદેશ આપતા માલદીવમાં રાજકીય કટોકટીની સ્થિતિ સર્જાઇ છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ ૯ નેતાઓ વિરુદ્ધ રાજકારણ પ્રેરિત આરોપો મૂકવામાં આવ્યા હતાં.

પ્રમુખ અબ્દુલ્લા યામિનની સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમલ કરવાનો ઇનકાર કરતા માલદીવના પાટનગર માલેમાં દેખાવો ફાટી નીકળ્યા હતાં.  સરકારે મુખ્ય ન્યાયમૂર્તિ સહિતના ટોચના ન્યાયમૂર્તિઓની ધરપકડ કરી લીધી છે. વાતચીત દરમિયાન બંને નેતાઓએ મ્યાનમાર અને રોહિંગ્યા શરર્ણાથીઓ મુદ્દે પણ ચર્ચા કરી હતી. અમેરિકાનું માનવું છે કે રોહિંગ્યા શરર્ણાથીઓ માટે મ્યાનમાર પરત ફરવું હાલમાં યોગ્ય નથી. બંને નેતાઓએ ઉત્તર કોરિયા મુદ્દે પણ ચર્ચા કરી હતી.

Post Comments