Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાક.ના ક્વેટામાં આત્મઘાતી હુમલો : પોલીસ અધિકારી જનરલ સહિત ત્રણનાં મૃત્યુ

(પી.ટી.આઇ.) કરાંચી, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

પાકિસ્તાનના અશાંત ગણાતા નૈઋત્ય બલુચિસ્તાનમાં એક આત્મઘાતી બોંબ વિસ્ફોટમાં એક એડિશનલ જનરલ ઇન્સ્પેક્ટર અન બે અન્ય પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા. એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ (એ.આઇ.જી.)ના વાહનને લક્ષ્ય બનાવીને બોંબ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

ટેલિ કોમ્યુનિકેશન વિભાગના એ.આઇ.જી. તરીકે ફરજ બજાવતા હમીદ શકીલ આ વિસ્તારના પાટનગર ક્વેટામાં એક રહેણાંકી વિસ્તારમાંથી પસારથતા હતા ત્યારે આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં હમીદ શકીલ અને અન્ય બે અધિકારીઓ સ્થળ પર જ માર્યા ગયા હતા. જ્યારે ત્રણ અધિકારી સહિત છ પોલીસ કર્મી ઘવાયા હતા. આ હુમલામાં વાહન બહુ ખરાબ રીતે નુકસાન પામ્યું હતું.

શકીલે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ, (ઓપરેશન) કાર્યકારી ડી.આઇ.જી. (તપાસ) તેમજ એ.આઇ.જી. (ઓપરેશન) તરીકે ફરજ બજાવી હતી તે ઉપરાંત અન્ય ઘણી ચાવીરૃપ પોસ્ટ પર ફરજ બજાવી હતી. ઘાયલોને કમ્બાઇન્ડ મિલિટરી હોસ્પિટલમાં ખસેડાયા છે.

Post Comments