Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રોહિંગ્યા મુસ્લિમો મુદ્દે યુએન શંકાસ્પદ અહેવાલોના આધારે ભારતને સલાહ ના આપે

- યુએનના નિવેદન પર ભારતનો જવાબ

- ખોટા અહેવાલોના આધારે કોઇપણ સમાજના માનવાધિકારનો મુદ્દો ના ઊછાળાય

યુએન, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાંથી કાઢી મૂકવાના યુએનના નિવેદન પર ભારતે કહ્યું હતું કે  આ નિવેદન કમનસીબ છે. આવા નિવેદનોથી અમને દુ:ખ થયું છે. આ નિવેદનથી ભારત જેવા લોકશાહી દેશમાં આઝાદી અને અધિકારોને ખોટી રીતે પ્રોત્સાહન મળશે.  પસંદગીપાત્ર અને ખોટા  નિવેદનોના આધારે કોઇ નિર્ણય લેવો અયોગ્ય છે. આનાથી કોઇપણ સમાજનું ભલું થતું નથી કે કોઇપણ સમાજના માનવાધિકારની ચિંતા કરી ના શકાય.યુએનના ભારત ખાતેના કાયમી પ્રતિનીધી રાજીવ કે.ચંદરે યુએનના ઝૈદ અલ રાદ અલ હુસેનના નિવેદનને અયોગ્ય ગણાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાંથી બહાર કાઢવાના પ્રયાસો પર સંયુક્ત રાષ્ટ્ર સંઘે ભારે ટીકા કરી હતી. હુસેને કહ્યું હતું કે જ્યારે રોહિંગ્યા મુસ્લિમો પોતાના જ દેશમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે ત્યારે ભારતે તેમને શરણ આપવું જોઇએ. હાલમાં ભારતમાં ૪૦,૦૦૦ રોહિંગ્યા મુસ્લિમો છે જે પૈકી ૧૬૦૦૦ પાસે રીફ્યુજી ડોક્યુમેન્ટસ છે. ચંદરે કહ્યું હતું કે અન્ય દેશોની જેમ ભારત પણ ગેરકાયદે પ્રવાસીઓથી ચિંતિંત છે. તેમના વધતી જતી સંખ્યા દેશના સુરક્ષા માટે કારણ બની શકે છે.

દરમિયાન ઇરાનના સર્વોચ્ચ આધ્યાત્મિક નેતા આયાતુલ્લાહ અલી ખોમેનીએ આજે કહ્યું હતું કે મ્યાંમારમાં નિર્દેષ મુસ્લિમોની હત્યા એ નોબલ શાંતિ પુરસ્કારનું મોત છે.' એક અત્યંત ઘાતકી સરકાર જેનું નેતૃત્વ ક્રુર મહિલા કરી રહી છે અને જેને નોબલ પુરસ્કાર મળ્યો હતો તેની નજરની સામે જ નિર્દોષ મુસ્લિમોની હત્યા કરવામાં આવે છે, તેમના ઘરો બાળી નાંખવામાં આવે છે અને બળાત્કાર કરવામાં આવે છે તેમની પર આંગ સાન સુ કી મૌન છે. આંગ સાનની વિશ્વભરમાં ચારે તરફથી ટીકા કરવામાં આવી રહી છે અન નોબેલ પુરસ્કાર પરત લઇ લેવાની પણ માગ ઉઠી હતી.
 

Post Comments