Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યમનમાં ISISની ચુંગાલમાંથી ફાધર થોમસનનો 18 મહિને છુટકારો

- સુલ્તાનની વિનંતીના પગલે ફાધરને છોડાવવા ઓમાની પક્ષોએ સંકલન કર્યું હતું

મસ્કત, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

યમનમાં ગયા વર્ષે ઇસ્લામી જેહાદીઓ દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલા દરમિયાન પકડી લેવામાં આવેલા એક ભારતીય પાદરીને મસ્કતે છોડાવી લીધો હતો, એમ ઓમાનની સત્તાવાર સમાચાર સંસ્થાએ પોતાના એહવાલમાં જણાવ્યું હતું.

માર્ચ 2016માં જ્યારે ISIS એ એડનમાં મિશનરીઓ દ્વારા સંચાલિત એક સંભાળ કેન્દ્ર પર હુમલો કર્યો હતો ત્યારે થોમસ ઉઝુઝુનનાલીને કેદ કરી લેવામાં આવ્યા હતા. એ હુમલામાં ચાર નન સહિત 16 લોકો માર્યા ગયા હતા.

ઓમાનની સમાચાર સંસ્થાએ ફાધરનો સ્થાનિક પરિવેશ પહેરેલો ફાધરનો ફોટો જારી કર્યા હતા. તેમની દાઢી વધી ગઇ હતી અને નબળા દેખાતા હતા. ઓમાનના સુલ્તાનના તૈલ ચિત્રની સામે તેઓ ઊભેલા દેખાતા હતા.

સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે'સુલ્તાનની વિનંતીના પગલે વેટિકનના કર્મચારી તરીકે ગણાવવામાં આવેલા ફાધરને છોડાવવા માટે ઓમાની પક્ષોએ સંકલન કર્યું હતું.

50ની આસપાસની વયના ફાધર થોમસ છેલ્લા ડીસેમ્બર 2016માં જારી કરવામાં આવેલા વિડીયો ફુટેજમાં દેખાયા હતા જેમાં વડા પ્રધાન મોદી અને પોપ ફ્રાન્સીસે ફાધરને છોડવા વિનંતી કરી હતી.

યમની સત્તાવાળાઓએ  ગયા વર્ષના હુમલા માટે ISISને જવાબદાર માનવામાં આવ્યું હતું. ઉપરાંત આ વિસ્તારમાં ખૂબ જ સક્રિય અલ કાયદાએ પણ સામુહિક ગોળીબારથી પોતાની જાતને અળગી રાખી હતી.

એણે કહ્યું હતું કે અમે હુમલો કર્યો નથી. યુધ્ધગ્રસ્ત યમનમાં આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારને ઇરાનનું પીછબળ ધરાવતા બળવાખોરો અને વધતી જતી જેહાદીઓની સંખ્યા એમ બન્નેનો સામનો કરવો પડે છે.

અલ કાયદા અને ISISએ આ વિસ્તારમાં હુમલાઓ તેજ કર્યા હતા અને સાઉદી એરેબિયાના વફાદાર સૈનિકોની મદદથી હુથીઓ પર હુમલા કર્યા હતા.

Post Comments