Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં રાહુલ ગાંધીએ સીખ વિરોધી રમખાણોને વખોડી કાઢ્યા

- રમખાણ પીડિતોને ન્યાય અપાવવા માટે હંમેશા તેમની સાથે ઉભો રહીશ

- મારા દાદી સીખોને પોતાના પરિવારના સભ્ય માનતી હતી

કેલિફોર્નિયા, તા. 12 સપ્ટેમ્બર 2017, મંગળવાર

કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ અમેરિકાના બર્કેલ સ્થિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ખાતે યુવાનોને સંબોધિત કરતા 1984માં થયેલા સીખ રમખાણોની નીંદા કરી. તેમણે કહ્યું કે હિંસાથી કોઈનું ભલું થયું નથી. વૈશ્વિક સ્તર પર ભારતની છાપ અહિંસક તરીકેની રહીં છે અને પણ તે માર્ગે આગળ વધી રહ્યાં છે.

દરમિયાન તેમણે પોતાના દાદી તથા પિતા રાજીવ ગાંધીને પણ યાદ કર્યા. સાથે જ રાહુલ ગાંધીએ ઈન્દીરા ગાંધીની હત્યા બાદ વકરેલા સીખ રમખાણોની નીંદા કરતા કહ્યું કે હું પીડિતોને ન્યાય અપાવવા માટે હંમેશા તેમની સાથે છું.

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું મારા દાદી સીખોને પોતાના પરિવારના સભ્ય માનતી હતી. તેઓ જ્યારે ચૂંટણી હારી ગયા હતા ત્યારે અમારા ઘરની સુરક્ષામાં તૈનાત જવાનો પણ સીખ જ હતા. મે બાળપણમાં ઘણી હિંસાના માર સહન કર્યાં છે.

Post Comments