Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Watch: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક સ્થળોને કહ્યુ વસુધૈવ કુટુંબકમની ભાવનાનું પ્રતિક

- અબુધાબીમાં પહેલા હિન્દુ મંદિરનો કરશે શિલાન્યાસ, અબુધાબીમાં સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ

- બુર્જ ખલીફા સહિત ઘણી ખાસ ઇમારતોને ભારતીય ત્રિરંગી રોશની કરી

અબુધાબી, તા. 11 ફેબ્રુઆરી 2018, રવિવાર

2016માં યોર હાઇનેસ પ્રિન્સ અબુધાબી ભારત આવ્યા. 2017માં તેઓ અમારા ગણતંત્ર દિવસના મહેમાન હતા. કદાચ ઘણા દાયકાઓ પછી ખાડીના દેશો સાથે ભારતનો સંબંધ આટલો ગાઢ, આટલો વ્યાપક અને વાયબ્રન્ટ બન્યો છે. આપણે એ પરંપરામાં ઉછર્યા છીએ, જ્યાં મંદિર માનવતાનું માધ્યમ છે. આ મંદિર આધુનિક તો હશે જ, પરંતુ વિશ્વને 'વસુધૈવ કુટુંબકમ'નો અનુભવ કરાવવાનું માધ્યમ બનશે.
મોદીએ કહ્યું, "કાલે ઘણા એગ્રીમેન્ટ્સ કર્યા હતા. હવે નવા યુગની શરૂઆત થઇ રહી છે."

વડાપ્રધાન મોદીએ અહી લોકોને સંબોધીત કરતા જણાવ્યુ હતુ કે, 70થી 80 કલાકમાં 5 દેશોનો પ્રવાસ કરી રહ્યો છું. જોર્ડન, પેલેસ્ટાઇન, અબુધાબી, દુબઇ આવ્યો છું. ત્યાં પણ લોકોને કંઇક જણાવવાનું છે. 2014માં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં 142મા સ્થાન પર હતા. 42ની છલાંગ લગાવીને 100 પર આવી ગયા. તેનાથી પણ ઉપર જવાનું છે. જ્યાં ઇમ્પ્લિમેન્ટેશન, સંસાધનોમાં બદલાવ કરવો પડશે. ભારતને ગ્લોબલાઇઝેશનની બરાબરી પર લાવવાનું છે. ગ્લોબલાઇઝેશન એટલે સૌને સાથે લઇને આખરી છેડા પર બેસીને દેશ માટે કામ કરવું."

ભારત વિકાસની નવી ઉંચાઇએ પહોંચ્યું છે. જીએસટીની મુશ્કેલી સ્વીકારી અમારો દેશ બદલાઇ રહ્યો છે. ભારતને ગ્લોબલ બેંચમાર્કમાં ઉપર લાવવાનું છે. દુનિયા કહે છે 21મી સદી ભારતની છે.  સૌભાગ્યની વાત છે કે તમારા તમામના દર્શન કરવાનો મોકો મળ્યો.

આજે ખાડીના દેશો સાથે અમારો સંબંધ બાયર-સેલરનો નહીં, પાર્ટનરશિપનો બન્યો છે. ભારત આ માટે ગર્વ કરે છે કે ખાડીના દેશોમાં 30 લાખથી વધુ ભારતીય સમુદાયના લોકો અહીંની વિકાસયાત્રામાં ભાગીદાર બન્યા છે. ભારતીયોએ તેને પોતાનું ઘર માનીને અહીંના લોકોના સપના સાકાર કરવા માટે પોતાના સપનાઓને પણ અહીંયા જ વાવ્યાં છે. અખાતી દેશો સાથે ભારતના ગાઢ સંબંધો છે. આપણો સંબંધ માત્ર વેપારનો નહીં, સહકારનો છે. આ મંદિર 30 લાખ ભારતીયો માટે આધ્યાત્મિક કેન્દ્ર બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીના વહાત-અલ-કરામા મેમોરિયલ પહોંચ્યા છે. તેમણે એમિરાતી સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. ત્રણ દેશોના પ્રવાસે નીકળેલા વડાપ્રધાન રવિવારે અબુધાબીમાં પહેલા હિંદુ મંદિરનો શિલાન્યાસ કરશે.

ઓમાનમાં 100 વર્ષ જૂના શિવાલયમાં દર્શન કરશે. સાથે જ મસ્જિદ પણ જશે. 2015માં તેમણે અહીંયા પહેલી મુલાકાત કરી હતી, જ્યારે યુનાઇટેડ આરબ અમીરાત સરકારે આ મંદિર માટે જમીન આપવાની જાહેરાત કરી હતી. આ મંદિર સ્વામીનારાયણ સંસ્થા તરફથી બનાવવામાં આવી રહ્યું છે. મોદીના સ્વાગતમાં શનિવારે અહીંયા બુર્જ ખલીફા સહિત ઘણી ખાસ ઇમારતોને ભારતીય ત્રિરંગાની રોશનીમાં રોશન કરવામાં આવી.

Post Comments