Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડાપ્રધાન મોદી આજે પેલેસ્ટાઇની મુલાકાતે, કાલે જોર્ડનમાં રાજા અબ્દુલ્લા દ્વિતીયને મળ્યા

- ત્રણ દેશના પ્રવાસના ભાગરૃપે વડાપ્રધાને જોર્ડનની ઉડતી મુલાકાત લીધી

- પેલેસ્ટાઇનની મુલાકાત લઇ યુએઇ અને ઓમાનની મુલાકાત લેશે

અમ્મન, તા. 10 ફેબ્રુઆરી, 2018, શનિવાર

વડાપ્રધાન મોદી જોર્ડનની મુલાકાત લેનારા પહેલા વડાપ્રધાન, જ્યારે પેલેસ્ટાઇનની મુલાકાત લેનારા  પણ પહેલા ભારતીય વડાપ્રધાન બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીયએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા સહમતિ દાખવી હતી. બંને દેશના વડાઓએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારી બેઠક ખૂબ જ ફળદાયી નીવડી. અમે કરેલી દ્વિપક્ષીય સંધિઓને પગલે ભારત અને જોર્ડનના સંબંધ ઓર મજબૂત બનશે.

વડાપ્રધાન મોદી પેલેસ્ટાઇન સહિત પશ્ચિમ એશિયાના ત્રણ દેશની મુલાકાતના ભાગરૃપે જોર્ડનની રાજધાની અમ્માન પહોંચ્યા હતા. જોર્ડનના એરપોર્ટ પર વડાપ્રધાન હાની અળ મુલ્કીએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પેલેસ્ટાઇન જવા સરળતા કરી આપવા બદલ કિંગ અબ્દુલ્લા દ્વિતીયનો એક ટ્વિટ કરીને આભાર માન્યો હતો. જોર્ડનમાંથી પસાર થયા પછી શનિવારથી વડાપ્રધાન મોદીનો પેલેસ્ટાઇન પ્રવાસ શરૃ થશે. આ પ્રવાસમાં તેઓ વિવિધ દેશો સાથે સુરક્ષા અને વેપાર મુદ્દે વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહકાર વધારવા પ્રયાસ કરશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ પહેલીવાર જોર્ડનની મુલાકાત લીધી છે. એટલું જ નહીં, છેલ્લાં ૩૦ વર્ષમાં પહેલીવાર કોઇ ભારતીય વડાપ્રધાને જોર્ડનની મુલાકાત લીધી છે. ભારત અને જોર્ડન ૧૯૫૦થી મજબૂત રાજકીય સંબંધ ધરાવે છે.
વડાપ્રધાન મોદી આવતીકાલે પેલેસ્ટાઇન રવાના થશે, જ્યાં તેઓ પેલેસ્ટાઇનના પ્રમુખ મોહમ્મદ અબ્બાસ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. આ મુલાકાતનો પ્રતીકાત્મક હેતુ ભારત પેલેસ્ટાઇન અને પેલેસ્ટાઇનના લોકોની સાથે છે એવું દર્શાવવાનો છે. આ ઉપરાંત પેલેસ્ટાઇનના વિકાસને વેગ મળે એ માટે પણ ભારત દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

આ મુલાકાત પછી વડાપ્રધાન મોદી પેલેસ્ટાઇનની મુલાકાત લેનારા પહેલા વડાપ્રધાન બનશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી યુએઇના વડાપ્રધાન અને ઉપ પ્રમુખ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકૂમ તેમજ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની મુલાકાત લેશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી દુબઇમાં આયોજિત છઠ્ઠી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને પણ સંબોધન કરશે. આ સમિટમાં ભારત મહેમાન તરીકે આમંત્રિત કરાયું છે. આ પ્રવાસના છેલ્લા તબક્કામાં વડાપ્રધાન મોદી ૧૧ અને ૧૨મી ફેબુ્રઆરીએ ઓમાનની મુલાકાત લેશે. આ ત્રણેય દેશની મુલાકાતમાં ભારત સરકાર આર્થિક વ્યૂહાત્મક કરારો પર ભાર મૂકશે.

Post Comments