Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાક.ના રાષ્ટ્રપતિએ વટહુકમ બહાર પાડી જમાત-ઉદ્-દાવા પર પ્રતિબંધ મૂક્યો

- પેરિસમાં એફએટીએફ બેઠક અગાઉ પાક.નું નાટક

- જમાત-ઉદ્-દાવા, લશ્કરે તોયબા અને અલ-કાયદાના બેંક ખાતા સીલ કરવામાં આવશે

(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ ટાળવા પાકિસ્તાને આતંકવાદી વિરોધી કાયદાઓમાં ફેરફાર કર્યા છે અને આતંકી હાફીઝ સઇદના સંગઠન જમાત-ઉદ-દાવા અને ફલાહે-ઇન્સાનિયત ફાઉન્ડેશન સહિતના આતંકી સંગઠનો વિરુદ્ધ વધુ કડક કાર્યવાહીની જાહેરાત કરી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસેને ૨૬/૧૧ના માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદ માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. પાકિસ્તાન રાષ્ટ્રપતિએ એક વટહુકમ પર હસ્તાક્ષર કર્યા છે. આ વટહુકમમાં હાફીઝ સઇદને આતંકવાદી અને જમાત-ઉદ-દાવાને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યો છે.

વટહુકમનો ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યુએનએસસી) દ્વારા પ્રતિબંધિત વ્યકિતઓ અને લશ્કરે તોયેબા, અલ-કાયદા અને તાલિબાન જેવા સંગઠનો પર દબાણ વધારી શકાય. અત્યાર સુધી પાકિસ્તાને જમાત ઉદ દાવાને ફક્ત આતંકી સંગઠનોની યાદીમાં રાખ્યું હતું પણ પ્રતિબંધ મૂક્યો ન હતોે.

ઉલ્લેખનીય છે કે પેરિસમાં ૧૮ થી ૨૩ ફેબુ્રઆરી સુધી ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ(એફટીએફ)ની બેઠક થનારી છે. ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરી, ૨૦૧૨માં યોજાયેલી આ બેઠકમાં અને ત્યારબાદના ત્રણ વર્ષોમાં એફટીએએફની યાદીમાં પાકિસ્તાન છેલ્લા ક્રમે રહ્યો હતો. આ બેઠકમાં મની લોન્ડરિંગ જેવા કેસોમાં વિભિન્ન દેશોની સમીક્ષા કરવામાં આવે છે. આ બેઠક અગાઉ પાકિસ્તાન પોતાની સ્વચ્છ છબિ બતાવવાનો પ્રયત્નો કરી રહ્યું છે. આ જ સંદર્ભમાં પાકિસ્તન દ્વારા આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.

આ અગાઉ ગઇકાલે પોલીસે જમાત ઉદ દાવાના હેડકર્વાટરની બહાર ગોઠવાયેલા બેરિકેડ પણ હટાવી દીધા હતાં. આ બેરિકેડ સુરક્ષાના નામે છેલ્લા દસ વર્ષથી મૂકવામાં આવ્યા હતાં. વટહુકમ બહાર પાડવા પાછળ અમેરિકાના વધતા દબાણને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યો છે.

આ વટહુકમને પગલે જમાત ઉદ દાવાની ઓફિસો અને બેંક ખાતા બંધ કરવામાં આવશે. જો કે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના રાષ્ટ્રપતિનો આ વટહુકમ આંખમાં ધૂળ નાખવા સમાન છે કારણકે વટહુકમને કાયદામાં પરિવર્તિત ન કરવામાં આવે તો થોડાક જ સમયમાં આ વટહુકમ રદ થઇ જાય છે.

Post Comments