Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જરૂરિયાત શોધની જનની છે એ સૂત્ર હવે બદલાયુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

- દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને વડાપ્રદાન મોદીએ સંબોધી હતી

દુબઇ, તા. 11 ફેબ્રુઆરી 2018, રવિવાર

દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં વડાપ્રધાન મોદીએ ટેક્નોલોજી અને તેના વપરાશની વાતો કહેતા  છ Rનું નવુ સુત્ર આપ્યુ હતુ.  રિડ્યુસ (ઘટાડો), રિયુઝ (પુનઃઉપયોગ), રિસાયકલ (ફરી વાપરવા યોગ્ય બનાવવું) રિકવર (પુનઃપ્રાપ્તિ), રિડિઝાઇન (ફરી ડિઝાઇન કરવું) અને રિમેન્યુફેક્ચર (પુનઃઉત્પાદન) ના સૂત્રને દરેક ગ્લોબલ નાગરીકે ફોલો કરવો પડશે તેમ જણાવતા તેમણે જરૂરિયાત શોધની જનની હોવાના સૂત્ર પણ હવે બદલાયુ હોવાનું જણાવ્યુ હતુ.

દુબઇમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં મોદીએ કહ્યું કે, "મારા માટે અને ભારતના 125 કરોડ લોકો માટે આ ગર્વની વાત છે કે મને 6ઠ્ઠી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો છે."

મોદીએ કહ્યું કે, "ટેક્નોલોજી વિચારોની ઝડપે બદલાઇ રહી છે. ટેક્નોલોજીએ સામાન્ય માણસને શક્તિશાળી બનાવ્યો છે." "વિકાસનું એક પાસું એ પણ છે કે પાષાણયુગથી ઔદ્યોગિક ક્રાંતિ સુધીની સફરમાં હજારો વર્ષો વીતી ગયા. તે પછી સંચાર ક્રાંતિ સુધી 200 વર્ષનો સમય લાગ્યો. ત્યાંથી ડિજિટલ ક્રાંતિનું અંતર થોડાંક જ વર્ષોમાં કપાઇ ગયું."

"આપણે 6 Rને ફોલો કરવાના છે, રિડ્યુસ (ઘટાડો), રિયુઝ (પુનઃઉપયોગ), રિસાયકલ (ફરી વાપરવા યોગ્ય બનાવવું) રિકવર (પુનઃપ્રાપ્તિ), રિડિઝાઇન (ફરી ડિઝાઇન કરવું) અને રિમેન્યુફેક્ચર (પુનઃઉત્પાદન). તેનાથી આનંદ પાછો મળશે."

Post Comments