Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી UAE, પેલેસ્ટાઈન અને ઓમાનના પ્રવાસે

- ભારત-UAE વચ્ચે 12 કરાર થશે

- પેલેસ્ટાઈન પ્રવાસ કરનાર નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન

નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન છે જે પેલેસ્ટાઈનના પ્રવાસે જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પશ્ચિમી એશિયાઈ દેશો પેલેસ્ટાઈન, ઓમાનની અને UAEના પ્રવાસે ઉપડયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પેલેસ્ટાઈન, સયુંક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાનના પ્રવાસે રવાના થશે. પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત અને આ દેશો વચ્ચે વ્યાપાર, રોકાણ, સુરક્ષા, આતંકવાદ વિરુદ્ધ સહયોગ, ઉર્જા સહિત દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવશે.

પ્રવાસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત માટે ખાડી અને પશ્ચિમ એશિયા પ્રમુખ પ્રાથમિકતાવાળા ક્ષેત્ર છે અને તેમના આ પ્રવાસનો હેતુ ક્ષેત્રના સંબંધોને મજબુત બનાવવાનો છે. વડાપ્રધાને પેલેસ્ટાઈન અને ઓમાનના પ્રવાસની પૂર્વ સંધ્યાએ આ વાત કરી. વર્ષ 2015 બાદ ખાડી અને પશ્ચિમ એશિયા વિસ્તારનો આ તેમનો પાંચમો પ્રવાસ છે.

9થી 12 ફેબ્રુઆરી સુધી આ દેશોના પ્રવાસે જનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી વૈશ્વિક ગતિવિધિઓમાં આ ક્ષેત્રને ખુબ પ્રાથમિકતા આપવામાં આવી છે. અમારા અહીંના દેશો સાથે મલ્ટી ડાઈમેન્શનલ સંબંધ છે. પીએમ મોદીએ ફેસબુક પર લખ્યું કે હું મારા પ્રવાસ દ્વારા ભારતના પશ્ચિમ એશિયા તથા ખાડી ક્ષેત્ર સાથે વધતા અને મહત્વપૂર્ણ સંબંધને વધુ મજબુત બનાવવાને લઈને પ્રતિબદ્ધ છું. તેમણે કહ્યું કે કોઈ પણ ભારતીય વડાપ્રધાનનો આ પહેલો પેલેસ્ટાઈન પ્રવાસ છે. પીએમ મોદીએ કહ્યું કે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્દાસ સાથે વાતચીતને લઈને તેમનો દ્રષ્ટિકોણ સકારાત્મક છે.

તેમણે કહ્યું કે જોર્ડનથી પસાર થવાની મંજૂરીને લઈને સુલ્તાન અબ્દુલા દ્વિતિયનો હું આભારી છું. હું નવ ફેબ્રુઆરીના રોજ તેમની સાથે મુલાકાતને લઈને ખુબ ઉત્સાહિત છું. વડાપ્રધાને ખાડી દેશને મૂલ્યવાન રણનીતિક ભાગીદાર ગણાવ્યાં અને કહ્યું કે ભારતનો સંયુક્ત આરબ અમીરાત સાથે અર્થવ્યવસ્થા, ઉર્જા, ટેક્નોલોજી તથા સુરક્ષા સહિત તમામ મોટા ક્ષેત્રોમાં સહયોગ ઝડપથી વધ્યો છે. તેમણે કહ્યું કે તેઓ સંયુક્ત આરબ અમીરાતના ઉપ રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન રશીદ શેખ મોહમ્મદ બિન રાશિદ અઆલ મખતૂમ સહિત અન્ય સાથે આ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર ચર્ચા કરશે.

શું હશે વડાપ્રધાનના પ્રવાસના કાર્યક્રમ
- વડાપ્રધાન મોદીનો પ્રવાસ જોર્ડનના રસ્તે 10 ફેબ્રુઆરીએ પેલેસ્ટાઈનથી શરૂ થશે
- 11 ફેબ્રુઆરીના રોજ તેઓ ઓમાનના સુલ્તાન સાથે બેઠક કરશે
- 12 ફેબ્રુઆરીએ ઓમાનના ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરશે.

ભારત-UAE વચ્ચે 12 કરાર થશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુઈએ યાત્રા દરમિયાન બંને પક્ષો વચ્ચે 12 કરાર પર હસ્તાક્ષર થશે.
- તેલ સંપન્ન યુએઈ અને ભારત પરસ્પર આર્થિક સહયોગને વધુ ઊંડો કરવા માટે ઈચ્છુક છે.
- બંને પક્ષો વચ્ચે નાણા અને કૌશલ વિકાસ જેવા ક્ષેત્રોમાં કરાર થવાની સંભાવના છે.

Post Comments