Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાનના માનવ અધિકાર કાર્યકર્તા અસમા જહાંગીરનું લાહોરમાં અવસાન

- પાક.બાર એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ

- લોકશાહીની પુ:ન સ્થાપના માટે લશ્કરી શાસક ઝિયા ઉલ હક સામે લડયા હતા

પાક.ના શક્તિશાળી લશ્કરી શાસકોના તેઓ કટ્ટર આલોચક હતા
(પીટીઆઇ) લાહોર, તા. 11 ફેબ્રુઆરી, 2018, રવિવાર

પાકિસ્તાનના માનવ અધિકારના વકીલ, સામાજીક કાર્યકર અને શક્તિશાળી લશ્કરી શાસકોનો કટ્ટર આલોચક અસમા જહાંગીરનું હાર્ટ એટેકના કારણે આજે અવસાન થયું હતું,એમ તેમના પુત્રીએ કહ્યું હતું. માનવાધિકાર માટે સતત ઝઝુનતા અને ખૂબ જ વાચાળ ૬૬ વર્ષના અસમા પાક.ની સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ હતા.'મારા માતા અસમા જહાંગીરના અવસાનથી મને મોટી ખોટ પડી છે. ટુંક સમયમાં તેમની દફન વિધીની તારીખ જાહેર કરીશું. અમારા સબંધીઓ લાહોરમાં આવે તેની અમે રાહ જોઇ રહ્યા છીએ'એમ અસમાની પુત્રી મુનિઝા જહાંગીરે  ટ્વિટ કરીને લખ્યું હતું.

'આજે સવારે અસમા જહાંગીરને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને લાહોરની હમીદ લતીફ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા બકા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. ડોકટરોએ તેમને બચાવવાના અનેક પ્રયાસો કર્યો હતા'એમ વરિષ્ઠ વકીલ આદીલ રાજાએ કહ્યું હતું.તેમના અવસાનના સમાચાર આવતા જ પાકિસ્તાનના ખુણે ખુણેથી વકીલો, સામાજીક કાર્યકર્તાઓ અને માનવાધિકારના ચળવળકર્તાઓના સંદેશા આવવા લાગ્યા હતા.

પોતાના શોક સંદેશામાં પ્રમુખ માનુન હુસેને અસમા જહાંગીરના અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેમણે  કાયદાના શાસન માટે અદ્વીત્ય સેવાઓ આપી હતી.'આજે દેશને વંચીતોના વાલી અને હમદર્દ એવા એક સાહસી અને શિસ્તબધ્ધ વકીલની ખોટ પડે છે'એમ સ્થાનિક માધ્યમોએ લખ્યું હતું. પદભ્રષ્ટ કરાયેલા વડા પ્રધાન નવાઝ શરીફે અસમા જહાંગીરનની મહિલાઓ માટેની કામગીરી અને લશ્કરી શાસકો સામેના અવાજને યાદ કર્યો હતો. અનેક મંત્રીઓ અને રાજકારણીઓએ તેમને અંજલી આપી હતી.

Post Comments