Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કુલભૂષણ જાધવ કેસ: આંતરરાષ્ટ્રીય કોર્ટના શરણે પાકિસ્તાન, દાખલ કરશે સોગંદનામુ

- પાકિસ્તાનનું આ સોંગદનામુ ભારત તરફથી 17 એપ્રિલે દાખલ સોગંદનામાનો જવાબ

- ICJ આ કેસની સુનાવણીની તારીખ આવતા વર્ષે નક્કી કરે તેવી આશા

ઈસ્લામાબાદ, તા. 12 જુલાઈ 2018 ગુરુવાર

ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાન 17 જુલાઈએ International Court of Justice(ICJ)માં પોતાનું બીજુ સોગંદનામુ દાખલ કરશે.

જાધવને ગત વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનની સૈન્ય કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં મોતની સજા સંભળાવી હતી.

ICJએ 23 જાન્યુઆરીએ ભારત અને પાકિસ્તાન બંનેને આ મામલે બીજા તબક્કાનું સોગંદનામુ દાખલ કરવાની સમય મર્યાદા આપી હતી. પાકિસ્તાનનું આ સોંગદનામુ ભારત તરફથી 17 એપ્રિલે દાખલ સોગંદનામાના જવાબમાં હશે.

એક્સપ્રેસ ટ્રિબ્યૂને પોતાના રિપોર્ટમાં કહ્યુ કે મુખ્ય એટર્ની ખાવર કુરેશીએ વડાપ્રધાન નસીરૂલ મુલ્કને ગત સપ્તાહે આ કેસની જાણકારી આપી હતી. કુરેશીએ શરૂઆતમાં આ મામલે પાકિસ્તાન તરફથી લોબિંગ કર્યુ હતુ.

પાકિસ્તાનના એટર્ની જનરલ જાવેદ ખાન તથા અન્ય વરિષ્ઠ અધિકારી પણ બેઠકમાં સામેલ થયા હતા અને આ સોગંદનામુ કુરેશીએ તૈયાર કર્યુ છે. બીજુ સોગંદનામુ રજૂ થયા બાદ ICJ આ મામલે સુનાવણીની તારીખ આવતા વર્ષે નક્કી થવાની આશા છે.

Post Comments