Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમારો પગાર વધારો પાછો ખેંચી એ રકમ દરદી પાછળ વાપરો : કેનેડામાં ડોક્ટરોની ડિમાન્ડ!ં

- ઉલટી ગંગા : કેનેડાના ક્યુબેક પ્રાંતના ૭૫૦ જેટલા ડોક્ટરોની સરકારને લેખિત અપિલ

- કેનેડામાં ડોક્ટરો વર્ષે સવા કરોડથી બે કરોડ રૃપિયાની આવક મેળવે છે

ઓટાવા, તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

કેનેડામાં ૭૪૮ ડોક્ટરોએ સરકાર પાસે લેખિત માગ કરી છે, કે તેમનો વધારવામાં આવેલો પગાર પાછો ખેંચી લેવામાં આવે. તેમને જેટલો પગાર મળે છે, તેમાં જ તેઓ ખુશ છે. દરદી અને નર્સની પાછળ આ રકમ ખર્ચાય તો દેશની આરોગ્ય સિસ્ટમ સુધરશે એવું આ તબીબોને લાગે છે. માટે ગઈ ૨૫મી ફેબુ્રઆરીએ તેમણે સરકારને અરજી કરી હતી. આ અરજીમાં ૪૨૨ ફિઝિશિયન, ૧૫૯ રેસિડેન્ટ ડોક્ટર અને ૧૬૭ મેડિકલ સ્ટુડન્ટની સહી છે. સામાન્ય રીતે લોકો પગાર વધારવા માટે અરજી કરતા હોય છે. પણ અહીં ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે.

ડોક્ટરી એસોસિએશના આગેવાન ઈસાબેલ લેબનેકે કહ્યુ હતુ કે અમારા સાથીદારો પગાર વધારાને બદલે દરદીઓને સારી સુવિધા મળે અને બીજા મેડિકલ સ્ટાફરોનો પગાર વધે તેમાં રાજી છે. ક્યુબેક પ્રાંતમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને વર્ષે ૪ લાખ કેનેડિનય ડોલરથી વધુ અને ફિઝિશિયનને ૩.૯૯ લાખ કેનેડિયન ડોલરની આવક મળે છે. ફેમિલિ ફિઝિશિયન સરેરાશ પોણા ત્રણ લાખ કેનેડિયન ડોલર જેટલી રકમ કમાઈ લે છે. ભારતીય રૃપિયા પ્રમાણે (એક કેનેડિયન ડોલરના ૫૦ રૃપિયાના હિસાબે) ત્યાં ડોક્ટરો વર્ષે સવા કરોડથી માંડીને બે કરોડ રૃપિયા જેવી આવક મેળવે છે.

ડોક્ટરોએ સરકારને કરેલી અપીલમાં લખ્યુ છે કે અમારો પગાર પુરતો છે. પરંતુ નર્સ, ક્લાર્ક અને દરદીની સ્થિતિ દયનિય છે. નર્સ અને ક્લાર્કનો પગાર વધારો તથા દરદીઓને મળતી સર્વિસમાં વૃદ્ધિ કરો. કેમ કે છેલ્લા વર્ષોથી ક્યુબેક પ્રાંતના મેડિકલ ખર્ચમાં સરકારે થોડો ઘટાડો કર્યો છે. તેની વિપરિત અસર આરોગ્ય ક્ષેત્ર પર ન થાય એ માટે ડોક્ટરોએ આ પગલું ભર્યું હતું. કેનેડાની ગણતરી જગતમાં સૌથી વધુ રહેવા લાયક દેશોમાં થાય છે. તેની પાછળ વિવિધ કારણો છે, જેમાનું એક કારણ ત્યાંના લોકોની આવી પરોપકારની ભાવના પણ છે.

Post Comments