Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્તર કોરિયા સુધી અમારી મિસાઇલ પહોંચતા માત્ર ૧૪ મિનિટ લાગશે : ટ્રમ્પની ધમકી

- ઉત્તર કોરિયા-અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા

- સૈન્યને હુમલા માટે તૈયાર રહેવા અમેરિકાએ આદેશ આપ્યા

- અમેરિકા હુમલો કરે તો તેનો જવાબ આપવાની જવાબદારી ઉ. કોરિયાની રહેશે, અમે સાથ નહીં આપીએ : ચીન

વોશિંગ્ટન, તા. ૧૧ શુક્રવાર, ઓગસ્ટ 2017
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત પરમાણુ પરિક્ષણ કરી રહેલા ઉત્તર કોરિયાને વધુ એક ધમકી આપી છે. આ વખતે સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પે કહી દીધુ છે કે હવે કોઇ વધુ ધમકી આપવામાં નહીં આવે પણ પગલા લેવામાં આવશે. જો હવે કોઇ પણ આખી પાછી હરકત કરશે તો તેનો જવાબ આપવા માટે અમેરિકન સૈન્યને તૈયાર કરી લેવામાં આવ્યું છે.

ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સૈન્ય ઓપરેશનની તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. જો કોઇ પણ પ્રકારના પ્રયાસો હવે ઉ. કોરિયાએ કર્યા તો જવાબ આપવામાં આવશે. સાથે તેઓે એમ પણ કહ્યું હતું કે કિમ જોંગ ઉન ઇચ્છે તો હજુ પણ રસ્તો કાઢી શકે છે. અમેરિકાના પ્રમુખે પોતાના દેશની તાકાતની પણ વાત કરતા કહ્યું હતું કે ઉ. કોરિયા પર હુમલો કરવામાં બહુ સમય નહીં લાગે, અમારી છોડેલી મિસાઇલ માત્ર ૧૪ મિનિટમાં જ ઉ. કોરિયા પહોંચી જશે.

ટ્રમ્પે ટ્વિટરની મદદથી આ ધમકી આપતા કહ્યું હતું કે ઉત્તર કોરિયાની સાથે એ થશે કે જે તેણે ક્યારેય વિચાર્યું જ નહીં હોય. હુમલા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. મિસાઇલો તૈયાર કરી લેવાઇ છે. બીજી તરફ ચીને ઉત્તર કોરિયાને સાથ આપવાની ના પાડી દીધી છે અને સાથે સ્પષ્ટ કહી દીધુ છે કે અમેરિકા જો હુમલો કરે તો તેની સંપૂર્ણ જવાબદારી ઉ. કોરિયાની રહેશે. અમે કોઇ જ સાથ નહીં આપીએ.

Post Comments