Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇરાનમાં પાંચમા દિવસે પણ સરકાર વિરુદ્ધ હિંસક દેખાવો : વધુ નવનાં મોત

- ૨૦૦૯ પછીનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન

- દેખાવો નિરંકુશ થયાં છતાં ઇરાનના પ્રમુખે દેખાવોને સામાન્ય ગણાવ્યા

ઇસફાહન પ્રાંતના કાહદેરિજન શહેરમાં પોલીસ સ્ટેશન પર હુમલો : પોલીસકર્મીનું મોત
(પીટીઆઇ) તેહરાન, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

ઇરાનમાં સતત પાંચમા દિવસે પણ સરકાર વિરુદ્ધ દેખાવો ચાલુ રહેતા સરકારની ચિંતા વધી ગઇ છે. ગઇકાલ રાતથી નવેસરથી ચાલુ થયેલા દેખાવોમાં વધુ ૯ લોકોનાં મોત થતાં પાંચ દિવસનોે કુલ મૃત્યુઆંક વધીને ૨૧ થઇ ગયો છે. જો કે ઇરાનના પ્રમુખ રોહાનીએ દેખાવોને સામાન્ય ગણાવ્યા છે. દેખાવકારોએ પોલીસ સ્ટેશનોેમાં પણ ઘૂસવાના પ્રયત્નો કર્યા હતાં. સરકારી ટેલિવિઝનના જણાવ્યા અનુસાર ઇસફાહન પ્રાંતના કાહદેરિજન શહેરમાં પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવતા હિંસા ફાટી નીકળતા ૬ લોકોનાં મોત થયા છે. અથડામણમાં રિવોલ્યુશનરી ગાર્ડના એક યુવાન સભ્યનું પણ મોત થયું હતું. આ દેખાવોને ૨૦૦૯ પછીના સૌથી મોટા દેખાવો ગણવામાં આવી રહ્યાં છે.

હાલમાં દેખાવો પ્રાંતોના નાના શહેરોમાં જોવા મળી રહ્યાં છે. ઇરાનની રાજધાની તેહરાનમાં હજુ દેખાવોની તીવ્રતા ઓછી છે. જો કે અહીં પણ ગાડીઓ બાળવામાં આવી હતી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતાં. આ દેખાવોને પગલે તેહરાનમાં મોટા પાયે પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ હિંસાના સંદર્ભમાં ઇરાનના પ્રમુખ હસન રોહાનીએ ચેતવણી આપી છે કે કાયદો વ્યવસ્થા હાથમાં લેનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી શામખાનીએ જણાવ્યું હતું કે અઆ દેખાવોને શાંત પાડવા સરકાર માટે મોટો પડકાર છે. ઇરાનના ગુપ્તચર મંત્રાલયના પ્રધાને જણાવ્યું છે કે ઉશ્કેરણી કરનારાઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની વિરુદ્ધ ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. ઇરાનમાં ચાલી રહેલા આ દેખાવોની શરૃઆત ગયા મંગળવારે મશાદ શહેરમાં થઇ હતી. ત્યાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.

જો કે થોડાક જ સમયમાં આ દેખાવો સરકારની નીતિઓ સામે પણ શરૃ કરી દેવામાં આવ્યા હતાં. ઇરાનના પ્રમુખ રોહાની ૨૦૧૩માં સત્તામાં આવ્યા હતાં. તેમણે  અર્થતંત્રને ગતિશિલ બનાવવાનું વચન આપ્યું હતું. જો કે વધતી જતી મોંઘવારી અને ૧૨ ટકાની બેકારીને પગલે લોકો સરકારથી નારાજ છે.

Post Comments