Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઑબામા કૅરની તોલે કોઇ હેલ્થ પ્લાન તૈયાર થઇ શકતો નથી

-મધ્યમ વર્ગની પ્રજામાં ઉગ્ર અસંતોષ: ઑબામા કૅર સાથે છેડછાડ કોઇને પસંદ નથી

-લેબર ડીપાર્ટમેન્ટે નવો પ્લાન તૈયાર કર્યો

બાર્ટલેટ,(શિકાગો), તા. 8 જાન્યુઆરી 2018 સોમવાર
   
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટી તંત્ર એક યા બીજા પ્રકારે એફોર્ડેબલ કૅર એક્ટ કે જે સમગ્ર અમેરિકામાં ઑબામા કૅર એક્ટના હૂલામણા નામથી ઓળખાય છે તેમાં અનેક પ્રકારના નાના મોટા છિદ્રો પાડવાના પ્રયાસો હાથ ધરેલ છે અને તેમાં રીપબ્લીકન પાર્ટીના ચૂંટાયેલા કોંગ્રેસના નેતાઓએ ગયા વર્ષના છેલ્લા ડીસેમ્બર માસ દરમ્યાન ટેક્ષ બીલ પસાર કરીને તેમાં ઑબામા કૅર એક્ટમાં તમામ લોકોએ ફરજીયાત પણે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવાનો રહેશે અને તેમ ન કરનારાઓએ વર્ષના અંતે જરૃરી દંડ ભરપાઇ કરવાનો રહેતો હતો તેને ૨૦૧૯ના વર્ષથી રદ કરવામાં આવેલ છે. આથી હવે અમેરિકામાં વસવાટ કરતા કોઇપણને કોઇપણ પ્રકારનો હેલ્થ ઈન્યોરન્સ ફરજીયાત પણે લેવાનો રહેતો નથી. અને દંડ ભરવાનો રહેશે નહીં.

ઑબામા કૅર અંગે વધારામાં જાણવા મળે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના લેબર ડીપાર્ટમેન્ટના અધિકારીઓએ ગયા ગુરૃવારે જાન્યુઆરી માસની ૪થી તારીખના રોજ એક નવીન અધિનિયમન બહાર પાડેલ છે અને તેને જો કાયદાકીય સ્વરૃપ પ્રાપ્ત થાય તો હાલના ઑબામા કૅર એક્ટમાં અનેક પ્રકારના અવનવા ફેરફારો જોવા મળશે. હાલમાં ઑબામા કૅર અન્વયે દરેક રહીશોને જો હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો હોય તો ઈન્સ્યોરન્સ કંપનીના સત્તાવાળાઓએ દસ પ્રકારના લાભો ફરજીયાતપણે વીમો લેનારને આપવાના રહે છે પરંતુ આ નવા સુચવવામાં આવેલ નવા નિયમોની દરખાસ્ત અન્વયે કેટલાક વ્યક્તિગત રહીશો તેમજ નાનાં બીઝનેસમેનોને ઑબામા કૅર અન્વયે જે ફરજીયાતપણે દસ પ્રકારના લાભો આપવાના રહે છે તેમાંથી કેટલાક લાભો રદ કરવામાં આવેલ છે. પરંતુ જો આ નવા નિયમો કાયદાનું સ્વરૃપ ધારણ કરે તો તેની કેટલા પ્રમાણમાં અસરો થશે તે અંગે હાલમાં કંઇ પણ કહી શકાય તેમ નથી.

હાલના કાયદામાં જો સુધારો કરાતો હોય તેની ઔપચારિક રીવ્યુ પ્રક્રિયાનો આરંભ કરવો પડે અને ત્યાર બાદ સમગ્ર અમેરિકામાં વસવાટ કરતા કાયદેસરના રહીશોને તેની જાણ કરીને તે અંગે તેમના અભિપ્રાયો પ્રાપ્ત કરવાના રહે છે અને ત્યાર બાદ આ સમગ્ર નવા અધિનિયમન અંગે કોંગ્રેસમાં ચર્ચા થયા બાદ તેને પસાર કર્યા બાદ પ્રમુખની સહી કર્યા બાદ તે કાયદાનું સ્વરૃપ ધારણ કરે છે.

આ સમગ્ર નવા અધિનિયમન અંગે કાયદાના નિષ્ણાતો પોતાનો એવો મત પ્રદર્શિત કરી રહ્યા છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટી તંત્ર પોતાની મનસ્વી રીતે કાયદા ઘડવાનું કાર્ય કરી શકતું નથી કારણ કે આ પ્રકારનું કાર્ય કરવાનો હક કોઇ પણ ખાતું ધરાવતું નથી. આથી જો આ પ્રકારની સમગ્ર કાર્યવાહીને અદાલતના આંગણે લઇ જવામાં આવે તો સહેલાઇથી તેનો પરાજય થઇ શકે છે એવું આ લોકો માની રહ્યા છે અને કાયદાના નિષ્ણાતો આ નવા અધિનિયમનને અદાલતમાં પડકારવાની તૈયારીઓ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

રીપબ્લીકન પાર્ટીના ચુંટાયેલા નેતાઓ આ નવા નિયમોને પસાર કરવામાં સફળતા મેળવે તો ઈન્સ્યોરન્સ ક્ષેત્રે હાલમાં જે નિયમો છે તેમાં થોડો ફેરફાર થશે અને એક નવીન અદ્યતન સીસ્ટમનો અમલ શરૃ થાય તો નવાઇની વાત નથી. આ નવા નિયમોથી જે લોકોની શારીરિક તંદુરસ્તી સારી હોય તો તેઓ સસ્તા દરનો હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદ કરી શકશે પરંતુ અન્ય લોકો કે જેમની તંદુરસ્તી સારી ન હોય તેવા લોકોએ આ અંગે વધુ કિંમત ચુકવવી પડશે અને કેટલાક કિસ્સાઓમાં તો ઊંચા દરે ઈન્સ્યોરન્સ ખરીદ કરવાનો રહેશે.

અમેરિકાના પ્રમુખના લેબર ડીપાર્ટમેન્ટના અધિકારીઓએ જે નવા નિયમો તૈયાર કરેલા છે તે દ્વારા એક નવો પ્લાન તૈયાર કરવામાં આવેલ છે જેને એસોસીએશન હેલ્થ પ્લાન એવું નામ આપવામાં આવેલ છે અને આ પ્લાન ભીન્ની ભીન્ન સંસ્થાઓ દ્વારા વ્યક્તિગત ધોરણે અથવા નાના બીઝનેસોના માલિકોને વેચવામાં આવશે. આ પ્લાન રીયાલ્ટરો પણ પોતાના ગ્રાહકોને આપી શકશે.

સને ૨૦૧૦ના વર્ષ દરમ્યાન જ્યારે ઑબામા કૅરનો કાયદો પસાર કરવામાં આવ્યો અને ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઑબામાએ જ્યારે તેના પર રહી કરી ત્યારે તેણે કાયદાનું સ્વરૃપ ધારણ કર્યું હતું પરંતુ જ્યારે આ કાયદો તૈયાર કરવામાં આવ્યો ત્યારે ઈન્સ્યોરન્સ લેનાર વ્યક્તિને દસ જેટલા લાભો અવશ્યપણે આપવા એવી શરતો સામેલ કરવામાં આવેલ છે અને તેની સાથે સાથે જ્યારે નવો હેલ્થ ઈન્સ્યોરન્સ લેવામાં આવે ત્યારે અગાઉની તમામ શરતોનો અમલ ચાલુ રહેશે એવું જણાવવામાં આવેલ છે. અને તેથી કોઇપણ વ્યક્તિ નવો એસોસીએશન હેલ્થ પ્લાન નવા ગ્રાહકને વેચે તો તેણે આ લાભોનો સમાવેશ કરવાનો રહે છે.

તે વખતના પ્રમુખ બરાક ઑબામાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે તમામ રહીશોને મેડીકલ ક્ષેત્રે સારામાં સારી સેવાઓ પ્રાપ્ત થાય અને સર્વેને તેનો યોગ્ય લાભ મળે, તેમજ વ્યક્તિગત તેમજ નાના બીઝનેસોને સંયુક્ત રીતે એક જ જગ્યાએ રાખતાં જે લોકોને વધુ મેડીકલ ટ્રીટમેન્ટ આપવાની હોય તો જેઓની તંદુરસ્તી સારી હોય તેઓ જે પ્રિમીયમ ભરપાઇ કરે તેમાંથી આ ખર્ચો સરભર થઇ રહે એવી ગણત્રી હતી.

અને આજે પણ તેનો અમલ થઇ રહ્યો છે. જે નવો કાયદો તૈયાર કરવામાં આવેલ છે તેનાથી હાલનો જે ઑબામા કૅરનો કાયદો છે તેમાં જે લાભો મળે છે તેને રદ કરવાના વ્યવસ્થિત પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. વધારામાં જે નવો પ્લાન તૈયાર કરવામાં આવેલ છે અને જે લોકો આ પ્લાન દ્વારા નવો હેલ્થ ઈન્સ્યોરન્સ લેશે તેને ઑબામા કૅર કાયદા દ્વારા જે લાભો મળે છે તે કદાચ ન પણ મળે કારણકે તેના નિયમો અને લાભો નવીન પ્રકારના હશે.

આ નવો કાયદો તૈયાર થનાર છે તે અલગ રીતે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલો કાયદો રહેશે અને તેને એમ્પલોઇ રીટાયરમેન્ટ ઈન્કમ સીક્યોરીટી એક્ટ એવું નામ આપવામાં આવેલ છે જે લેબર ડીપાર્ટમેન્ટની હકુમત હેઠળ અલગ રીતે કાર્ય કરતું થઇ જશે.

આ નવીન કાયદો હાલમાં હજુ તો પ્રથમ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે અને જાહેર જનતા પાસેથી તે અંગેના સુચનો મંગાવવામાં આવશે અને ત્યાર બાદ તેની ચર્ચા બંન્ને ગૃહોમાં થશે. આ અંગે જાણવા મળે છે તેમ જે નવયુવાનો છે તેઓને જરૃરી ફાયદો થશે જ્યારે જે લોકોની તબીયત સારી નથી અને વારંવાર સારવારની જરૃરત રહે છે તેવી વ્યક્તિઓને ભારે પ્રમાણમાં વધુ સહન કરવાનો સમય આવશે.ગયા વર્ષ,ના ઓકટોબર માસ દરમ્યાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યવાહક હૂકમ પર સહી કરી હતી અને તેમાં પોતાના લેબર ડીપાર્ટમેન્ટને એસોસીએશન હેલ્થ પ્લાન અંગે નવા નિયમો તૈયાર કરવા સૂચના આપી હતી પરંતુ જે નિયમો તૈયાર કરવામાં આવેલ છે તેનાથી અમેરિકામાં વસવાટ કરતા રહીશો હેલ્થકેર ક્ષેત્રે પારાવાર મુશકેલીઓ અનુભવશે એવું નિષ્ણાતોનું માનવું છે.

જે નવી પ્રોપોઝલ તૈયાર કરવામાં આવેલ છે તેનાથી સંકુચિત વિચારસરણી ધરાવતા એટલે કે કંઝરવેટીવ માઇન્ડ ધરાવતા રીપબ્લીકન પાર્ટીના નેતાઓએ આ નવા નિયમોને આવકાર આપેલ છે પરંતુ ઉદારમત ધરાવતા રાજકીય આગેવાનો આ નવા નિયમોનો ભારે વિરોધ કરી રહ્યા છે.

અંતમાં આ નવા નિયમો જો ભોગે જોગે કાયદાનું સ્વરૃપ ધારણ કરશે તો કાયદાની અદાલતમાં તેને પડકારવામાં આવશે અને તેમાં તે અંગે જો સ્ટે આપવામાં આવશે તો મહિના અને વર્ષોના વહાણા પસાર થાય તો નવાઇની વાત નથી. આ નિયમોને કાયદાનું સ્વરૃપ લેતાં ઘણો સમય નિકળી જશે એવું નિષ્ણાતો માની રહ્યા છે અને તે અંગે તો આવનારો સમય જ કહેશે માટે ત્યાં સુધી આપણે રાહ જોઇએ.અમારા વાંચક વર્ગને આ અંગેની સંપૂર્ણ માહિતીઓ અમો અત્રે અવારનવાર રજુ કરતા રહીશું તેની વાંચક વર્ગ ખાતરી રાખે.

Post Comments