Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્તર કોરિયાએ 250 કિલોટનના પરમાણુ બોમ્બનું પરિક્ષણ કર્યું હતું : અમેરિકા

ઉત્તર કોરિયા વિશ્વ માટે ખતરો હોવાની અમેરિકાની ચેતવણી

-અમારા અગાઉના અનુમાન કરતા પણ બોમ્બની ક્ષમતા વધુ નિકળી હોવાનો અમેરિકાનો દાવો

-હિરોસીમા પર અમેરિકાએ ફેંકેલા પરમાણુ બોમ્બ કરતા 16 ગણી વધુ ક્ષમતા ઉ. કોરિયાના આ બોમ્બમાં હતી

-સંયુક્ત રાષ્ટ્ર કે અમેરિકા ઇચ્છે તેટલા પ્રતિબંધ લગાવે અમે પરિક્ષણ બંધ નહીં કરીએ: ઉ. કોરિયાની ચેતવણી


નવી દિલ્હી, તા. 13 બુધવાર, સપ્ટેમ્બર 2017

ઉ. કોરિયા દ્વારા પરમાણુ પરિક્ષણ વધી રહ્યું છે. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રની ચેતાવણી છતા તેની કોઇ જ અસર ઉ. કોરિયા પર નથી થઇ રહી. આ સ્થિતિ વચ્ચે થોડા દિવસ પહેલા જ ઉ. કોરિયાએ એક મોટુ પરમાણુ પરિક્ષણ કર્યું હતું. આ પરિક્ષણ એટલુ ભયાનક હતું કે તેને કારણે જીવલેણ રેડિયોએક્ટિવ જેનોન ગેસ નીકળ્યો હતો.

આ સ્થિતિ વચ્ચે અમેરિકાએ પણ જણાવ્યું છે કે જે પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યું તેની ક્ષમતા આશરે ૨૫૦ કિલોટન્સ હોવાની શક્યતાઓ છે.

ગયા સપ્તાહમાં ઉ. કોરિયા દ્વારા પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જે અત્યાર સુધીના સૌથી મોટા પરમાણુ પરિક્ષણમાં છઠ્ઠુ હતું. અમેરિકાએ જણાવ્યું હતું કે અગાઉ જે અનુમાન હતું તેના કરતા પણ આ પરમાણુ પરિક્ષણની ક્ષમતા વધારે નીકળી છે. આ પરિક્ષણને કારણે જ્યા બોમ્બ પડયો હતો ત્યાં આશરે 6.3 ની તિવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો. જેના પરથી અંદાજ લગાવી શકાય કે આ પરીક્ષણ કેટલુ ભયાનક હતું.

અમેરિકાએ જે અનુમાન લગાવ્યું છે તેમાં પોતાના બોમ્બની સરખામણી પણ કરવામાં આવી છે. અમેરિકાએ 1945માં હિરોસીમા પર જે પરમાણુ બોમ્બ ફેક્યો હતો તેની ક્ષમતા કરતા ઉ. કોરિયાએ જે પરિક્ષણ કર્યું તે બોમ્બની ક્ષમતા 16 ગણુ વધુ છે. કેમ કે અમેરિકાએ જે પરમામુ બોમ્બ ફેક્યો હતો તેનું વજન આશરે ૧૫ કિલોટન હતું.

બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉ. કોરિયા પર આકરા પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે પણ ઉ. કોરિયાએ ધમકી આપતા કહ્યું છે કે કોઇ પણ સંજોગોમાં અમે પરિક્ષણ બંધ નહીં કરીએ અને અમારી સૈન્ય તાકાત વધારતા રહીશું.

Post Comments