Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નોર્થ કોરિયાએ નવા રૉકેટ એન્જિનનું પરિક્ષણ કર્યુ

- સોહા સેટેલાઇટ લોન્ચિંગ ગ્રાઉન્ડ પર રોકેટ એન્જિનનું પરિક્ષણ કરાયું

- નોથ કોરિયાને રોકવા માટે અમેરિકા અને ચીન હાથ મિલાવવા માટે તૈયાર

પ્યોંગયાંગ, તા. 19 માર્ચ 2017, રવિવાર

મિસાઇલ પરિક્ષણને કારણે ચર્ચામાં રહેલા ઉત્તર કોરિયાએ ફરી એક પરિક્ષણ કર્યુ છે. રવિવારે ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ જાણકારી આપી કે ઉત્તર કોરિયામાં ઉચ્ચ ક્ષમતાવાળા એક નવા રૉકેટ એન્જિનનું પરિક્ષણ કરવામાં આવ્યુ છે. કોરિયાઇ ન્યૂઝ એજન્સી (KCNA) અનુસાર, આ એન્જિન ઉત્તર કોરિયાને વિશ્વસ્તરીય સેટેલાઇટ લોન્ચ ક્ષમતા મેળવવા માટે મદદ કરશે. આ રૉકેટ એન્જિનનો સરળતાથી મિસાઇલમાં ઉપયોગ કરી શકાશે. નોર્થ કોરિયાના શાસક કિમ જોંગ ઉને કહ્યુ કે આ એક નવી શરૂઆત છે.

KCNA અનુસાર, રૉકેટ એન્જિનનું પરિક્ષણ સોહા સેટેલાઇટ લોન્ચિંગ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યુ હતુ. આ જ સ્થળે ઉત્તર કોરિયા લાંબા અંતર સુધી પ્રહાર ક્ષમતા ધરાવતા રૉકેટનું ટેસ્ટિંગ પણ કરી ચૂક્યુ છે. કિમ જોંગ ઉનનો દાવો છે કે ઉત્તર કોરિયા એક ઇન્ટર-કૉન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલના ટેસ્ટ-લોન્ચની નજીક છે.

અમેરિકા અને ચીનને ચેલેન્જ
અવારનવાર નોર્થ કોરિયા દ્વારા મિસાઇલ, રૉકેટના પરિક્ષણ કરવાને કારણે અમેરિકા,ચીન અને જાપાન ચિંતિત છે. અમેરિકાના વિદેશ મંત્રી રેક્સ ટિલરસન જાપાન અને દક્ષિણ કોરિયાની યાત્રા કર્યા બાદ શનિવારે બીજિંગ પહોંચ્યા હતા. નૉર્થ કોરિયાને રોકવા માટે અમેરિકા અને ચીન હાથ મિલાવવા માટે તૈયાર થયા છે.

નોર્થ કોરિયા અમેરિકાને સતત પડકાર આપી રહ્યુ છે. ઓબામા બાદ ટ્રમ્પ શાસનમાં પણ કિમ જોંગ ઉને હથિયારો વિકસાવવાના કાર્યક્રમ બંધ કર્યા નથી. ગત વર્ષે જાન્યુઆરીમાં નોર્થ કોરિયાએ હાઇડ્રોજન બૉમ્બનું પરિક્ષણ કર્યુ હતુ. ટ્રમ્પની ચેતવણી બાદ પણ નોર્થ કોરિયા હથિયારો વિકસાવવાના કાર્યક્રમથી પીછેહઠ નથી કરી રહ્યુ. સાઉથ કોરિયા, અમેરિકા અને જાપાન જેવા દેશ આ મુદ્દાને લઇને કેટલીય વાર યૂએનમાં ફરિયાદ કરી ચૂક્યા છે. આ વર્ષે ઉત્તર કોરિયાએ પાંચ પરમાણુ અને એક મિસાઇલ સીરીઝના પરીક્ષણની શરૂઆત કરી હતી.

Post Comments