Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કિમ જોંગ ઉન કરતા મારુ પરમાણુ બટન વધુ શક્તિશાળી : ટ્રમ્પની ધમકી

- ઉત્તર કોરિયાની ચીમકી બાદ અમેરિકાના પ્રમુખનો વળતો જવાબ

- વિશ્વના દેશોને ઉ. કોરિયા સામે એક થવા ટ્રમ્પનું આહવાન

- અગાઉ કિમ જોંગ ઉને કહ્યું હતું અમેરિકા ઉત્તર કોરિયાના ન્યૂક્લિયર સ્ટ્રાઇક રેંજમાં

નવી દિલ્હી, તા. ૩ જાન્યુઆરી 2018, બુધવાર

અમેરિકાનું દબાણ છતા ઉત્તર કોરિયા દિવસે ને દિવસે પરમાણુ હથિયારોમાં વધારો કરી રહ્યું છે.  સાથે અમેરિકાને હુમલો કરવાની ચીમકી આપી ઉશ્કેરી પણ રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના પ્રમુખડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાને ચીમકી આપી છે અને કહ્યું છે ઉત્તર કોરિયા કરતા અમારુ પરમાણુ બટન વધુ તાકતવર છે. વ્હાઇટ હાઉસ દ્વારા ટ્રમ્પના આ નિવેદનને જારી કરવામાં આવ્યું હતું જેમાં ખુલ્લેઆમ ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉનને ચીમકી આપવામાં આવી હતી અને પરમાણુ હથિયારોનું ઉત્પાદન અટકાવવાની સલાહ આપી હતી.

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના પરમાણુ પ્રોગ્રામ પર લગામ લગાવવા માટેના દરેક વિકલ્પો અમેરિકાની સામે ખુલ્લા જ છે. ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષની શરુઆત કરી તે સાથે જ પહેલા પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આડેહાથ લીધુ હતું હવે પરમાણુ પરિક્ષણ મુદ્દે ઉત્તર કોરિયા પર ટ્રમ્પની લપેટમા આવ્યું છે. જોકે બન્ને દેશના નેતાઓ એકબીજાને ધમકીઓ આપતા રહ્યા છે. આ પહેલા ઉત્તર કોરિયાના પ્રમુખ કીમ જોંગે પણ ધમકી આપતા કહ્યું હતું કે અમેરિકાનો જેટલો પણ વિસ્તાર છે તે ઉત્તર કોરિયાના ન્યૂક્લિયર સ્ટ્રાઇક રેંજમાં આવે છે.

એટલુ જ નહી કિમ જોંગે કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ વ્યાપક પ્રમાણમાં પરમાણુ હથિયારોનું ઉત્પાદન કરવાની જરુર છે. વ્હાઇટ હાઉસે વળતો જવાબ આપતા કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ઉત્તર કોરિયાને જવાબ આપવા માટે દરેક દેશો એક થાય. આ પહેલા ટ્રમ્પ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનને રોકેટ મેન પણ કહી ચુક્યા છે. થોડા દિવસ પહેલા એવી જાહેરાત પણ કરી હતી કે અમેરિકા અન્ય દેશોની સાથે મળીને ઉત્તર કોરિયા પર અનેક આકરા પ્રતિબંધો મુકવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે ચીનને પણ પોતાની સાથે રાખવાના પ્રયાસો અમેરિકા કરી રહ્યું છે.

Post Comments