Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુકેશ અંબાણી ૨૦ દિવસ સુધી સરકાર ચલાવી શકે તેટલા ધનાઢ્ય

- વિશ્વના ધનાઢ્યો કેટલા દિવસ સરકાર ચલાવી શકે તેનો બ્લુમબર્ગનો રીપોર્ટ

- સાયપ્રસના બિઝનેસમેન જ્હોન ફ્રેડરિકસેન ૪૪૧ દિવસ સુધી સરકાર ચલાવી શકે એટલી સંપત્તિના માલિક

એમેઝોનના જેફ બેઝોસ અમેરિકાને પાંચ દિવસ સુધી ચલાવી શકશે, જ્યારે ચાઈનીઝ બિલિયોનેર જેક મા ચાર દિવસ સુધી ચીનનો ખર્ચ ઉઠાવવા સક્ષમ
વોશીંગ્ટન, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

દરેક દેશના ધનિક વ્યક્તિ જો સરકાર ચલાવવા માટે નાણાં ચુકવે તો કેટલા દિવસ દેશ ચાલી શકે તે અંગે બ્લુમબર્ગ અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે 'રોબિનહુડ ઇન્ડેક્ષ ૨૦૧૮' તૈયાર કર્યો છે. આ અભ્યાસમાં અંદાજે ૪૯ દેશના વિવિધ રાજકીય શાસન અને તેમના ખર્ચનો પ્રકાર અને જે તે દેશના સૌથી ધનિક વ્યક્તિની સંપત્તિને પણ આવરી લેવામાં આવી છે. ત્યારબાદ ડીસેમ્બર ૨૦૧૭ના અંતે જે તે ધનિક વ્યક્તિની કુલ નેટવર્થને તેના દેશના પ્રતિ દિવસના ખર્ચ સાથે તુલના કરવામાં આવી છે.જો કે અભ્યાસમાં આવરી લેવાયેલા ૪૯માંથી માત્ર ૪ જ મહિલા છે. જેમાં અંગોલા,ઓસ્ટ્રેલીયા, ચીલી અને નેધરલેન્ડનો સમાવેશ થવા જાય છે.

દરેક દેશના સૌથી ધનિક વ્યક્તિની નેટવર્થની સરકારના ખર્ચ સાથે સરખામણી કરવામાં આવી છે. જો દરેક સરકાર તેના સંશાધન છોડી દે અને તેના ધનિક વ્યક્તિ દ્વારા તેની સંપત્તિ સરકારને દાન કરવામાં આવે તેની કલ્પના ઇંડેક્ષમાં કરાઇ છે.આ ફંડથી કેટલા દિવસ સરકાર શટડાઉન સ્થિતિ બચાવી શકે તેની ધારણાં કરવામાં આવી છે.

સાયપ્રસના ધનિક વ્યક્તિ જોન ફ્રેડ્રિક્સેન અંદાજે  ૪૪૧ દિવસ સુધી સરકારને પોતાની સંપત્તિના જોરે ચલાવી શકે.જેમાં વર્ષ ૨૦૧૮નો ખર્ચ ૨૩.૬ મીલીયન ડોલર અંદાજવામાં આવ્યો છે. જો કે પ્રમાણમાં ઓછી વસ્તી હોવાથી સામાજીક સુરક્ષા અને કલ્યાણ પર ઓછો ખર્ચ, એડવાન્સ ટેક્સ નીતિઓ અને પ્રવાસન અને તેના સંબધિત સેવાઓ પર આધારિત અર્થતંત્ર હોવાથી સાયપ્રસ ફ્રેડ્રીક્સેનની ૧૦ અબજ ડોલરની નેટવર્થથી સૌથી વધારે ફાયદો થાય.

જ્યારે સૌથી વધારે ખર્ચ કરનાર જાપાન,પોલેન્ડ, અમેરિકા અને ચીનની તુલના કરવામાં આવે તો વિશ્વના ૧૬માં સૌથી ધનિક જેક મા ૪૭.૮ અબજ ડોલરની નેટવર્થ સાથે ચીનની કોમ્યુનિસ્ટપાર્ટીની સરકારને ચાર દિવસ જ બચાવી શકે.જ્યારે અમેરિકાના સૌથી ધનિક જેફ્ફ બેઝોસ ૯૯ અબજ ડોલરની કુલ નેટવર્થ સાથે અમેરીકી સરકારને માત્ર ૫ દિવસ જ બચાવી શકે . તે જ રીતે યુકેમાં હ્યુજ ગ્રોસ્વેનર અને જર્મનીમાં ડીટેર સ્ક્વાર્ઝ પણ દેશને ૫ દિવસ સુધીજ ચલાવી શકે.

જ્યારે ભારતની વાત કરવામાં આવે તો દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કુલ નેટવર્થ ૪૦.૩ અબજ ડોલરથી  ૨૦ દિવસ સુધી ભારતીય સરકાર ચાલી શકે. જેમાં  સરકારનો પ્રતિ દિવસનો ખર્ચ ૧૯૮૭.૨ મીલીયન ડોલર અંદાજવામાં આવ્યો છે.છે.ભારત સરકાર કુલ જીડીપીના ૨૭.૩% ખર્ચ કરે છે.

દરેક દેશની સરકાર પાસે વિવિધ નીતિ અને વહીવટી તંત્રના માળખાના લીધે રોકડનો અભાવ જોવા મળે છે.જો કે અમુક્ દેશ ટ્રાંસ્પોર્ટ પર વધારે ખર્ચ કરે છે જ્યારે રક્ષા ક્ષેત્રે ઓછો ખર્ચ કરતા હોય છે.જો કે અભ્યાસમાં સ્પષ્ટ દેખાય છે કે ધનિક વ્યક્તિઓ દ્વારા પશ્ચીમી દેશો વધારે સમય સુધી દેશ ચલાવી શકે તેમ નથી. જો કે જે ૪૯ દેશના સૌથી ધનિક વ્યક્તિઓની કુલ નેટવર્થ  ૯૧૧ અબજ ડોલર થાય છે અથવા તો વર્ષ ૨૦૧૮ના કુલ જીડીપીની તુલનાએ માત્ર ૧% જ છે.તેથી એકદમ સ્પષ્ટ છે કે ધનિક લોકોના નાણાંથી સરકાર પોતાની સમસ્યા ઉકેલી શકે નહી.

કયા ધનપતિ કેટલા દિવસ સુધી પોતાના દેશની સરકાર ચલાવી શકે?

ધનપતિ (દેશ)

સંપતિ

કેટલા દિવસ દેશ

 

(અબજ ડોલર)

ચલાવી શકે?

જૈફ બેઝોસ (અમેરિકા)

૯૯

અમાનિકો ઓર્ટેગા (સ્પેન)

૭૫.૩

૪૮

બર્નાર્ડ આર્નોલ્ટ (ફ્રાન્સ)

૬૩.૨

૧૫

કાર્લોસ સ્લીમ (મેક્સિકો)

૬૨.૮

૮૨

જેક મા (ચીન)

૪૫.૫

મુકેશ અંબાણી (ભારત)

૪૦.૩

૨૦

લી કા શીંગ (હોંગકોંગ)

૩૪.૭

૧૯૧

જોર્ગ પાઉલો (બ્રાઝિલ)

૨૯.૬

૧૩

જિઓવાન્ની ફેરારો (ઈટાલી)

૨૪.૫

ડિએટર શ્કવાર્ઝ

૨૪.૩

 

Post Comments