Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

થાઇલેન્ડની ગુફામાં છ કલાકનું અંતર કાપીને વધુ ચાર બાળકને બચાવાયા

- થાઇલેન્ડની થામ લંગ ગુફામાં બીજું દિલધડક ઓપરેશન પણ સફળ

- ગુફામાં હજુ પણ ચાર બાળક અને તેનો કોચ ફસાયેલા છે, રેસ્ક્યુ ઓપરેશન જારી કરાયું

- પાણીમાં પ્રતિ બાળક બે તરવૈયાની મદદ લેવાઇ રહી છે, રેસ્ક્યુ કરાયેલા બાળકો હોસ્પિટલમાં દાખલ

- અગાઉ બચાવાયેલા ચાર બાળક અત્યાર સુધી ભુખ્યા રહ્યા હોવાથી ઉંઘમાંથી ઉઠતાં જ ચીકન અને રાઇસ ખાવા માગ્યા

- ગુફાના રસ્તામાં આવેલી કેટલીક સુરંગ માત્ર એક મિટર જેટલી જ પહોળી છે, થાઇલેન્ડની સ્કૂલોમાં બાળકો માટે પ્રાર્થના કરાઇ

બેંગકોક,  તા. 09 જુલાઈ 2018, સોમવાર

સોમવારે થાઇલેન્ડની પાણી ભરેલી થામ લંગ ગુફામાંથી વધુ ચાર બાળકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામા આવ્યા છે. આ સાથે જ બે દિવસમાં આઠ બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. જોકે હજુ પણ ગુફામાં ચાર બાળકો અને તેનો કોચ ફસાયેલા છે. જેમને હવે બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. ચારેય બાળકોને સારવાર માટે તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. અગાઉ જે ચાર બાળકોને રેસ્ક્યુ કરાયા હતા તેમની સ્થિતિ હવે સારી હોવાનું હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું હતું.

રવિવારે ચાર બાળકોને બહાર કાઢવામાં આવ્યા તે બાદ ઓપરેશનને વરસાદને કારણે અટકાવાયું હતું, જે બાદ સોમવારે સવારે ફરી ઓપરેશન ચાલુ કરાયું અને તરવૈયાઓને ગુફામાં ફરી ઉતાર્યા હતા. આ બાળકોને મોઢા પર ઓક્સિજન માસ્ક પહેરાવીને પ્રતિ બાળક બે તરવૈયાની મદદથી ધીરે ધીરે પાણીમાંથી ખેંચીને બહાર કાઢવામા આવ્યા હતા.

ગુફામાંથી પાણી કાઢવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ કરાઇ હતી જેને પગલે પાણીનું સ્તર ઓછુ થયું હતું. જેથી આ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડવામાં સફળતા મળી હતી. જોકે ગુફામાં વચ્ચે એવી સુરંગો આવી રહી છે કે જે અતી સાંકડી છે અને તેમાંથી બહાર કાઢવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુફામાંથી બહાર કાઢવામાં આવેલા બાળકોએ ડોક્ટરને કહ્યું હતું કે અમને બહુ ભુખ લાગી છે, ચીકન રાઇસ તાત્કાલીક ખાવા માટે આપો. જેથી તાત્કાલીક બાળકોના ખાવાની વ્યવસ્થા કરાઇ હતી. બાળકોને રેસ્ક્યુ કરવામાં મળી રહેલી સફળતાથી થાઇલેન્ડમાં ખુશીનો માહોલ છે. જેવા બાળકોને બહાર કાઢવામાં આવે છે કે તુરંત જ લોકો ચીચીયારીઓ પાડવા લાગે છે અને ઉજવણી કરી રહ્યા છે.

બાળકોને તેના માતા પિતા સિવાય કોઇને મળવા દેવાયા નથી. બાળકોને ગુફામાં અને રેસ્ક્યુ દરમિયાન પાણીમાં કોઇ બિમારી કે અન્ય તકલીફ નથી પડી તેની ચકાસણી ચાલી રહી છે. ગયા સોમવારે જ આ બાળકો ગુફામાં મળી આવ્યા હતા, એટલે કે ઓપરેશનને એક સપ્તાહનો સમય વીતી ગયો છે. અને અત્યાર સુધીમાં આઠ બાળકોને બહાર કઢાયા છે જ્યારે હજુ બાકીના પાંચ બાળકોને બહાર કાઢવા માટે ફરી ડાઇવરની ટીમને ઉતારવામાં આવશે.

ચાર કીમીના આ પાણીને કાપમાં આશરે પાંચથી છ કલાકનો સમય લાગે છે. આટલો સમય કાપીને અત્યાર સુધી આઠ બાળકોને કાઢી લેવાયા છે. દરેક બાળકની સુરક્ષા માટે આસપાસ બે તરવૈયા સાથે રખાય છે. બાદમાં ઓપરેશનને આગળ વધારાય છે.

Post Comments