Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાંદરાની સેલ્ફીનો કૉપીરાઇટ કોની પાસે? 2 વર્ષ બાદ મળ્યો જવાબ

- જાણો, વાંદરાની સેલ્ફીના કોપીરાઇટના અજીબ સવાલના જવાબ વિશે

- વર્ષ 2011માં લાવારિશ પડેલા કેમેરાથી વાંદરાએ પોતાની સેલ્ફી લીધી હતી

સેન ફ્રાન્સિસ્કો, તા. 12 સપ્ટેમ્બર 2017, મંગળવાર 
 
સેલ્ફી વાંદરાએ લીધી હવે તેના પર અધિકાર કોનો? આ અજીબ સવાલનો જવાબ ફેડરલ અપીલ કોર્ટ આપે તે પહેલા જ એટૉર્નીએ જાહેર કરી દીધુ છે કે સેલ્ફી તસ્વીરનો કોપીરાઇટ મામલે સમાધાન થઇ ચૂક્યુ છે. 
 
આ સમાધાન અનુસાર, જે ફોટોગ્રાફરના કેમેરાનો ઉપયોગ તસવીર લેવા માટે કરવામાં આવ્યો હતો તેમણે ભવિષ્યમાં તસવીરોને કારણે મળતી આવકનો 25 ટકા ભાગ ઇન્ડોનેશિયામાં વાંદરાઓની વિશેષ પ્રજાતિઓના સંરક્ષણનું કામ કરતી ચેરીટેબલ સંસ્થાઓને આપવા માટે સહમતિ આપી છે. એનિમલ રાઇટ્સ ગ્રુપના વકીલોએ સોમવારે આ માહિતી આપી છે. 
 
એનિમલ રાઇટ્સ ગ્રુપના અટૉર્ની અને ફોટોગ્રાફર ડેવિડ સ્લાટરે સેન ફ્રાન્સિસ્કો સ્થિત નાઇન્થ યૂએસ સર્કિટ કોર્ટ ઑફ અપીલ્સને આ મુદ્દાને રદ્દ કરવા અને નિચલી અદાલતના નિર્ણયને રદ્દ કરવા માટે કહ્યુ છે જેમાં કહેવામાં આવ્યું હતું કે કૉપીરાઇટ્સનો અધિકાર પ્રાણીઓને મળી શકે નહીં. સ્લાટરના એટૉર્ની એન્ડ્રયૂ જે ધુયેએ તસવીરોથી કેટલી કમાણી થઇ અને શું તેમના ક્લાયન્ટ ભવિષ્યમાં કમાણીનો 75 ટકા ભાગ પોતાની પાસે રાખશેનો જવાબ આપવાથી ઇન્કાર કરી દીધો છે. 
 
ફેડરલ અપીલ કોર્ટે તત્કાલ કોઇ નિર્ણય લીધો નથી. પીપલ ફૉર એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સે વર્ષ 2015માં વિશેષ પ્રજાતિના તે વાંદરા તરફથી દાવો કર્યો હતો જેણે સ્લાટરના કેમેરાથી તસવીર લીધી હતી. નારૂટો નામના વાંદરા તરફથી પેટાએ તસવીરોનું નાણાંકીય નિયંત્રણ આપવાની માંગણી કરી હતી. પેટા અને સ્લાટરે સંયુક્ત નિવેદનમાં કહ્યુ છે કે તે બંને એ વાતથી સહમત છે કે આ એક અગત્યનો મુદ્દો છે જે બિન માનવીય પ્રાણીઓના કાયદાકીય અધિકાર આપવા સાથે સંકળાયેલો છે. આ લક્ષ્યનું બંને સમર્થન કરી રહ્યા છે અને આ અધિકાર મેળવવા માટે તેઓ કામ ચાલુ રાખશે. 
 
આ તસવીર વર્ષ 2011ની છે, ઇન્ડોનેશિયાના સુલાવેસીની છે. સ્લાટરે કેમેરો લાવારિસ સ્થિતિમાં મુકી રાખ્યો હતો, તે દરમિયાન વાંદરાએ પોતાની સેલ્ફી લીધી હતી.

Post Comments